Ahmedabad News : ફરિયાદીને લોંગ ડ્રાઈવ પર લઈજઈને શારિરીક સંબંધની લાલચ બચાવીને લૂંટી લેનારા શક્સોની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ મૂળ જામનગરમાં રહેતી કૌસર ઉર્ફે જીયા ઉર્ફે ખુશી સલીમભાઈ પિજારા(21)તથા અન્ય આરોપીઓે સાથે મળીને કૌસરના મોબાઈલમાં ક્વેક ક્વેક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. બાદમાં કૌસરે આ કેસના ફરિયાદી સાથે વાતચીત કરીને તેને લોંગ ડ્રાઈવ પર જવા અને શારિરીક સંબંધ બાંધવાની લાલચ આપી હતી. આમ હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરૂ ઘડીને ફરિયાદીને તેની જ ગાડીમાં નળસરોવર રોડ અણીયાળી ગામ પાસે વિરાન જગ્યાએ લઈ ગયા હતા.
જ્યાં અગાઉથી નક્કી કર્યા મુજબ અન્ય આરોપીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમમે ફરિયાદીને બિભત્સ ગાળો બોલીને મારઝૂડ કરીને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. બાદમાં ફરિયાદીને ગેરકાયદે ગોંદી રાખીને ફરિયાદીના પાકિટમાંથી વિવિધ બેન્કોના ડેબિટ કાર્ડ મારફતે નાણાં ટ્રાન્સફર કરાવીને સાણંદની એક જ્વેલર્સ શોપમાંથી રૂ.4,45,000 ની ખરીદી કરી હતી. આ અંગે ફરિયાદીએ નળસરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને આધારે પોલીસે રાજકોટમાં રહેતી જાનકી કે,ઉપરા, જામનગરના નાસીર એ.જસરાયા, જામનગરની ખૌસર પિંજારા, રાજકોટના સાહિલ ભાનુભાઈ વાઘેલા અને જામનગરના રાજ સી.કોટાઈની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 30,000 અરિહંત જ્વેલર્સમાંથી ખરીદી કરેલા રૂ.4,45,000 ની કિંમતના દાગીના , કાર, પાંચ મોબાઈલ અને એક ટેબ્લેટ કબજે કર્યા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર (Surendrangar) : લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં બે બાઇક અકસ્માતમાં બેના મોત, રાજકોટના બે યુવાનનું રાજસ્થાનમાં નિધન
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત