Surendranagar News : સુરેન્દ્રનગર (Surendrangar) જિલ્લાના લીંબડી-અમદાવાદ (Ahmedabad) હાઇવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક મહિલા સહિત 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓની સારવાર દરમિયાન બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જયારે એક વ્યક્તિને ગંભીર હાલત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે.
નશો કરી વાહન ચલાવનારને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જી રહ્યા છે. ઇજાગ્રસ્ત થયેલ અમદાવાદનો પરીવાર દ્વારકા દર્શનને જતાં અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બે વ્યક્તિઓને વધુ ગંભીર હાલતમાં હોવાથી અમદાવાદ રીફર કરાયાં છે.
આ ઘટનાની જાણ થતા લીંબડી પોલીસ તાકીદે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ લીંબડી પોલીસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: નશો કરીને બફામ કાર હંકારી અકસ્માત કરનારા રિપલ પંચાલને 24 કલાકમાં મળ્યા જામીન