accident case/ એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

રોડ પર ઉભો હતો ત્યારે ઈકો કાર 200 મીટર ઢસડી ગઈ

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. તેમાં પણ એસજી હાઇવે પર વધુ અકસ્માતો થાય છે. અગાઉ 10 મેના રોજ સવારે 10:30 વાગ્યે થયેલા અકસ્માતમાં 15 વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું. જેમાં પૂરઝડપે જઈ રહેલી એક ઇકો ગાડીએ અમનને 200 મીટર જેટલો ઢસડતા તે ગંભીરપણે ઘાયલ થયો હતો. સોલા સિવિલ હોસ્પિટલની બનેલા આ બનાવમાં માતા-પિતા વગરના અમનનું સોલા સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પરિવારે હોસ્પિટલમાં પુરતી સુવિધા ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.બીજીતરફ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે ઇકો કાર કબ્જે કરી છે, જ્યારે તેનો ચાલક ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે.

અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં રહેતો અમન રોજ સવારે 9 વાગ્યે અમન ઘરેથી નીકળી મેટ્રોમાં એસજી હાઈવે ઉપર આવેલી આરસી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે જતો હતો. રોજની જેમ શુક્રવારે સવારે પણ કોલેજ પહોંચ્યો હતો. આ દરમિયાન અમન મિત્ર સાથે હાઈવે સાઈડની બાજુ રોડ પર કરવામાં આવેલા સફેદ પટ્ટાની અંદરની સાઈડ ઊભો હતો. તે સમયે પૂરપાટ ઝડપે એક ઇકો ગાડી અમનને ઢસડીને 200 મીટર દૂર સુધી લઈ ગઈ હતી. બમ્પ આવતાં ગાડી ઊછળતા આગળ અને પાછળના ટાયર અમનની છાતી પરથી ફરી વળ્યાં હતાં. જેમાં અમનના પીઠના ભાગની ચામડી ઊખડી ગઈ હતી.

આ બનાવ નજીકના એક ઢાબા પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થય હતો. અકસ્માત થતા લોકો દોડી આવ્યા હતા અને અમનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. તેના મિત્રને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. ઇકો ગાડીના ચાલકે ફક્ત અમન અને તેના મિત્રને જ નહીં પરંતુ અન્ય બાઈકચાલકને પણ  અડફેટે લીધો હતો. આ બાઈકચાલકને પણ નાક ઉપર ઇજા થતાં સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.આ દરમિયાન અમન સંપૂર્ણ ભાનમાં હતો, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાં 45 મિનિટ સુધી ગ્લુકોઝની બોટલ ચઢાવવામાં આવી હતી. બાદમાં પૂરતાં સાધનોના અભાવે તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવા આવ્યો હતો. આવું અમનની પિતરાઈ બહેન મયૂરી ચિતારાનું કહેવું છે.

મયૂરીનું કહેવું છે કે, અમન તેના મામાનો દીકરો થતો હતો. અમન આરસી ટેક્નિકલ કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરતો હતો. 10 મેના રોજ સવારે 10.30 વાગ્યાની આસપાસ એક ઇકોનો ચાલક ફુલ સ્પીડથી અમનને 200 મીટર ઢસડીને લઈ ગયો. 200 મીટર ઢસડાયા પછી તેના પર આખી ઇકો કાર ચડાવી દીધી હતી. ઇકોએ તેની છાતી અને ધમનીનેભારે નુકશાન પહોંચાડ્યું હતું.. ઇકોનું આગળનું અને પાછળનું વ્હીલ અમન પર વિંધીને ચાલક 150થી કે તેનાથી વધારેની સ્પીડે ભાગી ગયો હતો.

વધુમાં મયુરીએ કહ્યું હતું કે, અમન મા-બાપ વગરનો દીકરો હતો. અમનનાં મમ્મી 8 વર્ષ પહેલાં ગુજરી ગયાં હતાં. જ્યારે તેના પપ્પા 10 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા.  છેલ્લા 10 વર્ષથી અમન અમારી સાથે રહેતો હતો. અમનને બીજા બે ભાઈ છે. જેમાં એક મોટો 17 વર્ષનો છે અને બીજો અમનથી નાનો 13 વર્ષનો છે અને સાતમા ધોરણમાં ભણે છે. અમનનો મોટો ભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છ

વધુમાં તેણે જણાવ્યું હતું કે, આ કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોવાની શક્યતા છે.  ચાલકને ભાન ન હોય તેવું જણાતું હતું. કારણ કે, 200 મીટર સુધી તમારી ગાડીના ટાયરમાં એક માણસ ફસાયેલો છે અને બ્રેક મારવા જેટલું ભાન નથી. જેમતેમ કરીને અમન ઉભો થયો ત્યારે એક રિક્ષાચાલક તેની મદદે આવ્યો ત્યારે અમને તેને કહ્યું કે, આ મારી બહેનનો નંબર છે અને તેને જાણ કરો. પણ અમે રબારી કોલોની હતા અને સોલા પહોંચતા અમારે દોઢ કલાક જેટલો સમય થાય, અમે ફટાફટ પહોંચી શકીએ એવી સ્થિતિમાં ન હતા. આથી રિક્ષાવાળા ભાઈ અમન અને તેના મિત્રને સામે જ સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

સોલા સિવિલ હોસ્પિટલમાંથી અમનના મિત્રને, કેસ કઢાવી આવો એવું કહેવાયું હતું. , આ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કઢાવીને લઈ આવો. આવી રીતે હોસ્પિટલે 45 મિનિટ સુધી ટાઈમ બગાડ્યો હતો. 45 મિનિટ પછી રિક્ષાવાળાભાઈને કહ્યું કે, અમારી પાસે બાળકોની સારવાર કરવા માટે પૂરતાં સાધનો નથી, આ કેસને અમે ટ્રાન્સફર કરી રહ્યા છીએ. દર્દીને તમે સિવિલ હોસ્પિટલ, અસારવા લઈ જાવ. બીજીતરફ સોલા સિવિલથી અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચતા જ  45 મિનિટ થાય. અકસ્માત 10.33 વાગ્યે થયો અને મારો ભાઈ અસારવા સિવિલ હોસ્પિટલ 1.30 વાગ્યે પહોંચે છે. પણ તેના મોઢામાંથી ફીણ નીકળી ગયા હતા અને મૃત્યું થયું હતું. પણ સોલા સિવિલ પાસે જરૂરી સાધનો હતા નહી. તમને ભગવાનનો દરજ્જો આપ્યો છે. આ દરજ્જો શું કામ આપ્યો છે? તમને આવા લોકોની મદદ કરવા માટે, એમ મયુરીએ કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત