NRI/ મહેસાણાના યુવકનું કેનેડામાં ડૂબી જવાથી મોત, સેલ્ફી લેવા જતા બની આ ઘટના

આ ઘટનાની જાણ થતા કેનેડિયન ફાયર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મોડી રાત સુધી ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી, જેમાં દરિયાના કિનારા

Top Stories Gujarat
Mehsana's Two Brothers Drown In Canadian Sea

મહેસાણાના બારોટ પરિવારના યુવકનું કેનેડામાં દરિયામાં ડૂબવાથી મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. બે સગા ભાઈ કેનેડામાં પોગીઝ કોવ લાઈટ હાઉસ ખાતે ફોટોશૂટ માટે ગયા હતા. ફોટોશૂટ દરમિયાન નાના ભાઈનો પગ લપસી જતા દરિયામાં પડી ગયો હતો તેને બચાવવા તેનો મોટો ભાઈએ પણ દરિયામાં કૂદ્યો હતો, પરંતુ તેને બચાવવાના તમામ પ્રયત્નો નાકામ રહ્યાં હતા. નાના ભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને મોટા ભાઈની પણ હાલત ગંભીર છે.. આ વાતના સમાચાર સાંભળતા તેના માતા-પિતા કેનેડા જવા રવાના થયા છે.

આ ઘટનાની જાણ થતા કેનેડિયન ફાયર ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મોડી રાત સુધી ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી, જેમાં દરિયાના કિનારા નજીક તેનો નાનો ભાઈ મળી આવ્યો હતો. મોટા ભાઈને ગંભીર ઈજાઓ થતા તેને એમબ્યુલન્સ થકી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે બન્ને ભાઈઓએ દરિયા કિનારે જતા પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કર્યો હતો. તે વીડિયોમાં બંન્ને ભાઈ દરિયામાં સેલ્ફી પોઈન્ટ પર ફોટોશૂટ કરતા જોવા મળી રહ્યાં હતા.

તેના માતા-પિતાની વાત કરવામાં આવે તો હાલ તેઓ મહેસાણા જેલ રોડ પાસેની એક સોસાયટીમાં રહે છે. તેના પિતા ગેસની એજન્સી ચલાવે છે. આ ઘટનાની જાણ થતા જ માતા-પિતા કેનેડા જવા માટે રવાના થયા હતા.

મહત્ત્વનું છે કે આ પહેલા પણ ટોરેન્ટોમાં 21 વર્ષના ભારતીય સ્ટૂડન્ટની હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં આરોપીની ધકપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: 026 સુધીમાં સુરતમાં બુલેટટ્રેન દોડશે : પહેલી ‘બુલેટ’ તો અમદાવાદને નામ

આ પણ વાંચો: ખંભાતમાં થયેલ હિંસાને લઈ આવ્યા મોટા સમાચાર, 3 મૌલવીએ રચ્યું હતું કાવતરૂં

આ પણ વાંચો: UBER બાદ હવે OLAએ પણ ભાડું વધાર્યું,જાણો ક્યાં શહેરમાં મોંઘી થઇ મુસાફરી

આ પણ વાંચો: મારી માંગણીઓ પૂરી નહીં થાય તો.., દહેગામના પૂર્વ MLA કામિનીબા