Surendranagar News/ સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત

અજાણ્યા વાહને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો,….

Top Stories Gujarat
Image 2024 08 10T103511.009 સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત

Surendranagar News:  સુરેન્દ્રનગરમાં ચોટીલા નેશનલ હાઈવે પર સાયલાના નવા સુદામડા બોર્ડ પાસે અકસ્માત થતાં એકનું મોત થયું છે, સાતથી વધુને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને ઘટનાની જાણ કરી દેવાઈ છે.

સુરેન્દ્રનગરમાં ચોટીલા નેશનલ હાઈવે પર મજૂર ભરેલું સુપર કેરી સાથે અજાણ્યા વાહને અડફેટે વિજુબેન દેત્રોજા નામની મહિલાનું મોત થયું છે. ગંભીર અકસ્માત 7થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અજાણ્યા વાહને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે. પોલીસે ગુનો નોંધી કાર્વાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો:રાજકોટ SOGએ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું

આ પણ વાંચો:પાટણમાં નદી કાંઠાનાં વિસ્તારો એલર્ટ, જળ સપાટી વધતાં પાણી છોડાશે