Dharma & Bhakti/ રક્ષાસૂત્ર ઉતાર્યા બાદ ભૂલથીયે ન કરવું આ કામ…અજાણતા છીનવાઇ શકે છે સુખ-ચેન…!!

જો તમે જૂના રક્ષાસૂત્ર (Rakshasutra)ને છોડવા માગતા હો તો એને કદી પણ કચરાપેટીમાં ન ફેંકવું કે પછી રસ્તે રઝળતું પણ ન રાખવું. કારણ કે, આમ કરવાથી…

Trending Religious Rashifal Dharma & Bhakti
Rakshasutra , નાડાછડી, છોડવાના નિયમો, પીપળો, વડ

Dharm & Bhakti: હાથમાં બાંધવામાં આવતા કલાવા કે નાડાછડી અર્થાત્ રક્ષાસૂત્ર (Kalawa, Nadachadi or Rakshasutra)ને કેવળ એક દોરો ગણવાની ભૂલ ન કરશો! એ આપણી આસ્થા અને સુરક્ષાનું પણ પ્રતીક છે. જે રીતે આપણે ભગવાનની પ્રતિમાઓ અને પૂજામાં પ્રયોગ થનારી સામગ્રીઓને વિધિપૂર્વક વિસર્જીત કરે છે એ જ રીતે રક્ષાસૂત્ર પણ વિસર્જીત કરવાની પણ ઉચિત પદ્ધતિ હોય છે. તો ચાલો જાણીએ, આ પદ્ધતિ કઇ હોય છે?

રક્ષાસૂત્ર છોડ્યા બાદ મોટાભાગના લોકો એને કચરામાં નાખી દે છે અથવા તો પછી રસ્તામાં જ છોડીને આગળ વધી જાય છે. પરંતુ આમ કરવાનું અશુભ માનવામાં આવે છે. એમ કહે છે કે આવું કરવાથી વાસ્તુ દોષ લાગે છે અને સાથોસાથ રાહુ-કેતુ જેવા ગ્રહોનો અશુભ પ્રભાવ પણ વધી જાય છે. તો ચાલો જાણીએ કે રક્ષાસૂત્ર છોડવાનો ઉચિત નિયમ કયો છે?

Rakshasutra , નાડાછડી, છોડવાના નિયમો, પીપળો, વડ

રક્ષાસૂત્ર છોડતી વખતે આ એક ભૂલ કદી ન કરવી (Rakshasutra Untying Mistakes)

જો તમે જૂના રક્ષાસૂત્રને છોડવા માગતા હો તો એને કદી પણ કચરાપેટી (Dustbin)માં ન ફેંકવું કે પછી રસ્તે રઝળતું પણ ન રાખવું. કારણ કે, આમ કરવાથી વાસ્તુ શાસ્ત્ર (Vastushashtra) અનુસાર દોષ લાગે છે અને રાહુ-કેતુ (Rahu-Ketu) જેવા પાપ ગ્રહોના પ્રભાવો વધી જાય છે. આ પૂજા સંબંધિત સામગ્રી હોવાથી એને ગમે ત્યાં ફેંકવું એ ધર્મ અનુસાર ઉચિત નથી ગણાતું.

Rakshasutra , નાડાછડી, છોડવાના નિયમો, પીપળો, વડ

રક્ષાસૂત્ર છોડવાનો યોગ્ય સમય અને વિધિ

1. શાસ્ત્રોક્ત રીતે, કલાવા એટલે કે રક્ષાસૂત્ર કોઇ પણ દિવસે ઉતારવું યોગ્ય નથી, એને ફક્ત મંગળવાર અને શનિવાર (Tuesday or Saturday)ના દિવસે છોડવું શ્રેષ્ઠ મનાય છે.

2. જૂના રક્ષાસૂત્રને ઉતારીને તરત જ તમારા હાથમાં નવું રક્ષાસૂત્ર બાંધી લેવું જોઇએ.

3. છોડી દીધેલા જૂના રક્ષાસૂત્રને ઉતારીને તમે કોઇ પીપળા અથવા તો વડના વૃક્ષ (Peepel or Banyan Tree) નીચે રાખી શકો છો.

Rakshasutra , નાડાછડી, છોડવાના નિયમો, પીપળો, વડ

4. આ ઉપરાંત, તમે એને કોઇ નદી કે વહેતા શુદ્ધ જળમાં પણ પ્રવાહિત કરી શકો છો.

5. જો તમે શહેરમાં નિવાસ કરતા હો અને આસપાસ કોઇ નદી કે વૃક્ષ ન હોય તો તમારા ઘરે કોઇ કૂંડાની માટીમાં એને દબાવીને વિસર્જીત કરી શકો છો.

6. ક્યારેય પણ રક્ષાસૂત્ર છોડવા માટે કાતર કે ચપ્પુ ન વાપરવું, કેવળ હાથ વડે જ ખોલવું જોઇએ.

7. રક્ષાસૂત્ર છોડતી વખતે મનમાં તમારા ઈષ્ટદેવનું ધ્યાન અવશ્ય ધરવું જોઇએ અને એ રક્ષા કરે એની હૃદયપૂર્વક પ્રાર્થના પણ કરવી જોઇએ.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!

આ પણ વાંચો: 

આ પણ વાંચો: