નવી દિલ્હી,
સંસદના ઉપલાગૃહ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચૂંટણીમાં NDA ગઠબંધનના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહનો વિજય થયો છે. આ સાથે જ તેઓ રાજ્યસભાના નવા ઉપ-સભાપતિ બન્યા છે.
NDA Candidate Harivansh Narayan Singh elected as Rajya Sabha Deputy Chairman with 125 votes, UPA's BK Hariprasad got 105 votes. #RajyaSabhaDeputyChairman https://t.co/03Id4IyVDH
— ANI (@ANI) August 9, 2018
NDA Candidate Harivansh Narayan Singh elected as Rajya Sabha Deputy Chairman pic.twitter.com/1WdcGsH2Kh
— ANI (@ANI) August 9, 2018
રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી માટે થયેલા વોટિંગમાં NDA ગઠબંધનના ઉમેદવાર અને JDUના રાજ્યસભા સાંસદ હરિવંશ નારાયણ સિંહને ૧૨૫ વોટ મળ્યા છે, જયારે UPAના ઉમેદવાર અને કોંગ્રેસના સાંસદ બી કે હરિપ્રસાદને ૧૦૫ વોટ મળ્યા છે.
PM Narendra Modi congratulates NDA Candidate Harivansh Narayan Singh who was elected as Rajya Sabha Deputy Chairman pic.twitter.com/lTy2yRpxik
— ANI (@ANI) August 9, 2018
NDA ગઠબંધનના ઉમેદવાર હરિવંશ સિંહની થયેલી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ પહેલા રાજ્યસભામાં ઉપ-સભાપતિની ચૂંટણી માટે બે વાર મતદાન થયું હતું. પહેલીવાર થયેલા મતદાનમાં હરિવંશ સિંહને ૧૫ જયારે બીજીવાર ૧૨૨ વોટ મળ્યા હતા. પહેલીવારના વોટિંગ દરમિયાન કેટલાક વોટ યોગ્ય રીતે ના જણાયા બાદ બીજીવાર વોટિંગ કરવામાં આવ્યું હતું.
જો કે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાની જીતનો દાવો કરાઈ રહ્યો છે. બીજી બાજુ BJD (બીજુ જનતા દળ) દ્વારા હરિવંશ નારાયણ સિંહને સમર્થન આપવાના નિર્ણય બાદ NDAની પક્ષ મજબૂત જણાઈ રહ્યો હતો. BJD ઉપરાંત રાજ્યસભા સાંસદ અમર સિંહે પણ NDAને સમર્થન આપતા વોટ આપવાનો નિર્ણય કર્યો છે.
