Dharma & Bhakti/ કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં સ્થિત છે કોકિલાવન શનિ મંદિર (Kokilavan Shani Mandir)…કેટલાય વર્ષોની તપસ્યા બાદ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા હતા…

Trending Religious Rashifal Dharma & Bhakti
Kokilavan Shani Mandir, શ્રીકૃષ્ણ, શનિ મહારાજ, સાડા સાતી, મથુરા

Dharm & Bhakti: ભારતનું એક અત્યંત પ્રસિદ્ધ અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે કોકિલાવન શનિ મંદિર (Kokilavan Shani Mandir)…જેને વ્રજ ધામ ક્ષેત્રના અનેક પવિત્ર સ્થળો પૈકીનું એક માનવામાં આવે છે.

હિન્દુ સનાતન ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તમામ ગ્રહોની મધ્યમાં એમનું એક વિશેષ સ્થાન છે. આ ઉપરાંત, શનિ દેવ (Shani Graha)ને કર્મફળદાતા અને દંડાધિકારીની પદવી પણ પ્રદાન કરવામાં આવી છે. શનિ દેવ વ્યક્તિને એના કર્મ અનુસાર, ફળ આપે છે.

Kokilavan Shani Mandir, શ્રીકૃષ્ણ, શનિ મહારાજ, સાડા સાતી, મથુરા

કોકિલાવન શનિ મંદિર (Kokilavan Shani Mandir)નો મહિમા

અહિં અમે શનિદેવના એક એવા મંદિર વિશે જણાવવા જઇ રહ્યાં છીએ કે જે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લા (Mathura, UP)માં સ્થિત છે અને એ છે કોકિલાવન શનિ મંદિર…આ એક અત્યંત પ્રસિદ્ધ અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે જેને વ્રજ ધામ ક્ષેત્ર (Vruj Dham)ના અનેક પવિત્ર સ્થળો પૈકીનું એક માનવામાં આવે છે.

એવી માન્યતા છે કે, અહિં સ્વયં શનિદેવ વિરાજમાન છે અને સાચા મનથી અહિં આવનારા ભક્તોની દરેક મનોકામના એ પૂર્ણ કરે છે. આ સ્થાન વિશેષ કરીને એ લોકો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે જે લોકો શનિ દોષ, સાડાસાતી કે ઢૈયા (Shani Dosh, Sade Sati or Dhaiya)થી હેરાન-પરેશાન થઇ રહ્યાં હો તો અહિં દર્શન કરવાથી અને પૂજા કરવાથી આ ગ્રહોના દોષોનો પ્રભાવ ઓછો થાય છે એવી માન્યતા છે. આજે આપણે આ દિવ્ય ધામ કોકિલાવન શનિ ધામની મહિમા અને મહત્વ અંગે વિસ્તૃતપણે જાણીએ…

Kokilavan Shani Mandir, શ્રીકૃષ્ણ, શનિ મહારાજ, સાડા સાતી, મથુરા

કૃષ્ણ ભગવાને શનિદેવને અહિં દર્શન આપ્યા હતા

કેટલાય વર્ષોની તપસ્યા બાદ, ભગવાન શ્રી કૃષ્ણ (Lord Krishna) પ્રસન્ન થયા હતા અને એમણે અહિં શનિદેવને કોકિલા અર્થાત્ કોયલના રુપમાં દર્શન આપ્યા હતા. આ જ કારણે આ ક્ષેત્રનું નામ કોકિલાવન પડ્યું હોવાનું કહેવાય છે. આ પછી શનિદેવને શ્રી કૃષ્ણ ભગવાને આદેશ આપ્યો હતો કે તે અહિં જ નિવાસ કરે અને ભક્તોના કષ્ટ હરે! ત્યારથી જ આ સ્થાનને કોકિલાવન શનિ ધામ એવા નામે ખ્યાતિ પ્રાપ્ત થઇ!

આ મંદિરની વિશેષતા એની વિશિષ્ટ પૂજા પદ્ધતિ છે….ખાસ કરીને શનિવારના દિવસે અહિં શ્રદ્ધાળુઓ ઘણી જ મોટી સંખ્યામાં પહોંચે અને તેઓના દ્વારા શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે સરસવનું તેલ, કાળા તલ, કાળા અડદ અને કાળા વસ્ત્ર અર્પિત કરવામાં આવે છે.

Kokilavan Shani Mandir, શ્રીકૃષ્ણ, શનિ મહારાજ, સાડા સાતી, મથુરા

શી રીતે કોકિલાવન મંદિરની મુલાકાત લેશો?

જો અહિં પહોંચવા માગતા હો તો આ સ્થળ સડક, રેલવે અને એરપોર્ટ સાથે જોડાયેલું છે. એ દિલ્હીથી લગભગ 120 થી 130 કિલોમીટરના અંતરે છે જ્યાં સડક માર્ગથી પહોંચી શકાય છે. મથુરા સુધી પહોંચ્યા બાદ અહિં લગભગ 30 થી 35 કિલોમીટરનું અંતર નિયત કરીને મંદિરે પહોંચી શકાય છે. પાસે જ મથુરા રેલવે સ્ટેશન પણ છે જ્યાંથી ટેક્સી કે ઓટો કરીને મંદિરે જઇ શકાય છે. જો તમે હવાઈ માર્ગથી અહિં પહોંચવા માગતા હો તો સૌથી નજીક દિલ્હીનું ઇન્દિરા ગાંધી એરપોર્ટ છે, જ્યાંથી પછી સડક દ્વારા અને પછી કોકિલાવન પહોંચીને શનિ દેવના દર્શનનો લહાવો લઇ શકાય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: અક્ષય તૃતિયાએ ગજકેસરી યોગ….3 રાશિઓને મજા જ મજા!…બમ્પર કમાણી માટે થઇ જાઓ તૈયાર…

આ પણ વાંચો: ચૈત્ર માસની સંકટ ચોથ પર પઠન કરો આ પૌરાણીક કથાનું…જાણો સંકષ્ટી ચતુર્થી વ્રત કથા…

આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…