Dharm & Bhakti: દિવાળીના પર્વ (Diwali Festival 2025) પર બે અમાસ હોવાથી ઘણા લોકોને એવી મૂંઝવણ છે કે, ગોવર્ધન પૂજા કઇ તિથિએ (Governdhan Puja Tithi) થશે? પરંતુ આજે 21 ઓક્ટોબરે (21 October) પડતર દિવસ છે અને ઘણા લોકોના મતે દિવાળીના પર્વના આગલા દિવસે ગોવર્ધન પૂજા કરવી જોઇએ. પણ આજે અમાવસ્યા તિથિ આજે સાંજે 5 વાગીને 54 મિનિટે સમાપ્ત થઇ ચૂકી છે અને એ પછી કારતક મહિનાના પડવાની એટલે કે પ્રતિપદા તિથિ (Kartik Pratipada)ની શરુઆત થઇ ચૂકી છે. આ સંજોગોમાં પંચાંગ (Punchang) અનુસાર, અમાવસ્યા તિથિને કારણે આ પૂજા 22 ઓક્ટોબર એટલે કે આવતા કાલે નવ વર્ષના પાવન પર્વે એકમ તિથિએ કરવાની રહેશે.

શા માટે થાય છે ગોવર્ધન પૂજા?
ગોવર્ધન પૂજાનું મહત્વ શાસ્ત્રોમાં અત્યંત સુંદર કથાના સ્વરુપમાં વર્ણવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ (Shree Krishna)ની અનેક લીલાઓ પૈકી એક છે ગોવર્ધન લીલા! જેમાં કૃષ્ણે દેવરાજ ઈન્દ્ર (Indra)નો ઘમંડ તોડવા માટે આખા ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી પર ઉઠાવીને ગોકુળ વાસીઓનું રક્ષણ કર્યુ હતુ. આથી ગોકુળ વાસીઓએ કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે શ્રી કૃષ્ણને 56 ભોગ (56 Bhog)નો પ્રસાદ ધરાવ્યો હતો અને ગોવર્ધન પર્વતની પ્રતીકાત્મક રીતે પૂજા કરી હતી. આથી નવ વર્ષના પ્રારંભે જ આ અન્નકૂટ ધરાવવાની અને ગોવર્ધન પૂજા કરવાની પરંપરા યુગોથી ચાલતી આવે છે. આ પૂજા કરીને આપણી શ્રદ્ધા દ્રઢ બને છે કે, પ્રભુ કૃપા જ સાચો સહારો છે અને પ્રકૃતિ (Nature) આપણી રક્ષક છે આથી તેનું જતન કરવું જોઇએ.
જ્યોતિષીય (Astrology) મતાનુસાર, અમાસ (Amavasya)ના દિવસે ગોવર્ધન પૂજા કરવી અત્યંત અશુભ (Ashubh) માનવામાં આવે છે. પ્રતિપદા ઉદયા તિથિ એટલે કે સૂર્યોદય બાદ જ એ તિથિનો તહેવાર મનાવવો ઉચિત છે. તો ચાલો જાણી લઇએ કે કયા મુહૂર્તમાં ગોવર્ધન પૂજા કરવી અને અન્નકૂટ ધરાવવાની વિધિ શું રહેશે…

ગોવર્ધન પૂજા તિથિ અને મુહૂર્ત
દ્રિક પંચાંગ અનુસાર, દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિએ ગોવર્ધન પૂજાનું પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 21 ઓક્ટોબરે 5 વાગીને 54 મિનિટ પર શરુ થશે અને તિથિનું સમાપન બેસતા વર્ષે 22 ઓક્ટોબર (22 October)ની રાત્રે 8 વાગીને 16 મિનિટે થશે.
ગોવર્ધન પૂજાનું શુભ મુહૂર્ત
દ્રિક પંચાંગ મુજબ, 22 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાનું પ્રથમ મુહૂર્ત (Mahurat) સવારમાં 6 વાગીને 26 મિનિટ થી શરુ થઇને સવારે 8 વાગીને 42 મિનિટ સુધીનું રહેશે.
બીજું મુહૂર્ત બપોરે 3 વાગીને 29 મિનિટથી શરુ થઇને સાંજે 5 વાગીને 44 મિનિટ સુધીનું રહેશે.
ત્રીજું મુહૂર્ત ગોધૂલિ વેળાનું રહેશે, જે સાંજે 5 વાગીને 44 મિનિટથી શરુ થઇને સાંજે 6 વાગીને 10 મિનિટ સુધીનું રહેશે. આ ત્રણેય ઉત્તમ મુહૂર્ત છે જેમાં તમે પૂજા કરી શકશો.

ગોવર્ધન પૂજાની વિધિ
બેસતા વર્ષ (New Year)ની પ્રભાતે વહેલા ઊઠીને ઘર તથા આંગણાને સ્વચ્છ કરી લેવા. ત્યાર બાદ, ગાયના છાણ (Cow Dung) વડે ગોવર્ધન પર્વતનું પ્રતીક બનાવવું. એમાં નાની-નાની ટેકરીઓ બનાવવી, ગાય-વાછરડાં, વૃક્ષો, ફૂલ-છોડ અને તળાવ વગેરે આકૃતિઓ દોરવી. આ તમામ કુદરત અને સંપન્નતાના પ્રતીક ગણાય છે. હવે તમારે પૂજા માટે સજ્જ થઇને દીવો કરવો અને ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવું. પૂજા માટે અક્ષત, ફૂલ, જળ, મીઠાઇ, તુલસી દલ, દૂધ, દહીં, ઘી, ગોળ અને અનાજ જેવી વસ્તુઓ મૂકવી અને ત્યારબાદ ગોવર્ધન પર્વત અને શ્રી કૃષ્ણની વિધિવત શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી.
છપ્પન ભોગનો અન્નકૂટ
પૂજા બાદ, ભગવાનનો 56 ભોગનો અન્નકૂટ (Annakut) ધરાવવો. આ પ્રસાદ તમે ક્ષમતા અનુસાર કરી શકો છો. એમાં તમે વિવિધ વ્યંજનો જેવા કે પૂરી, શાક, મીઠાઈ, ખીર વગેરે બનાવી શકો છો. આ પ્રસાદ ભગવાનને અર્પણ કરવો. એવું માનવામાં આવે છે કે જેટલું વધુ અન્ન અને અન્ય પેય પદાર્થો પ્રભુને અર્પણ કરીએ ઘર એટલું વધારે સમૃદ્ધ બને છે. પૂજા કર્યા પછી ગોવર્ધન પર્વતની ચોતરફ પરિક્રમા કરવી અને શ્રી કૃષ્ણની આરતી કરવી. આનંદપૂર્વક આરતી કરી લીધા બાદ, પ્રસાદ (Prasad) ગ્રહણ કરવો અને ઘરના સભ્યોને વહેંચવો. આ દિવસે ગૌસેવા અને ગૌપૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
