Sabarkantha News/ સાબરકાંઠામાં 150 વર્ષથી અનોખી પરંપરાઃ દિવાળીએ રમાય છે ઇંગોરીયા યુદ્ધ

સાવરકુંડલામા દિવાળીના દિવસે જામે છે ઈંગોરીયા યુદ્ધ જે કોકડામાંથી બનાવીને કરે છે લડાઈ.આ કોઈ બે દેશ વચ્ચેનુ યુધ્ધ નથી પહેલા સાવર અને કુંડલા વચ્ચે થતું ઈંગોરીયા યુદ્ધ જે સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક આ ભાગ છે.

Top Stories Gujarat Others Breaking News

Savarkundla: સાવરકુંડલામા દિવાળીના દિવસે જામે છે ઈંગોરીયા યુદ્ધ જે કોકડામાંથી બનાવીને કરે છે લડાઈ.આ કોઈ બે દેશ વચ્ચેનુ યુધ્ધ નથી પહેલા સાવર અને કુંડલા વચ્ચે થતું ઈંગોરીયા યુદ્ધ જે સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક આ ભાગ છે. સાવરકુંડલામાં દૂનિયામાં એક માત્ર એવુ ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હોમમેઈડ ફટાકડા યુવાનો એક બીજા પર ફેંકતા રહે છે.જેને ઈંગોરીયા યુદ્ધ તરીકે પ્રખ્યાત છે.

સાવરકુંડલામાં લગભગ 150 વર્ષથી દિવાળીની રાતે ઈંગોરિયા યુદ્ધ જામે છે યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોય. આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેકે છે.આ રમત વર્ષોથી રમાતી આવે છે.

લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતુ હતુ.હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે.આ રમત જોવા લોકો અમદાવાદ,મુંબઈ,કલકત્તા, રાજકોટ જેવા મોટા શહેરોમાંથી આવે છે.આ એક નિર્દોષ રમત છે.અને નિર્દોષ ભાવેથી રમે છે અને કોઈ જાનહાની કે નુકશાન થતું નથી જે આ રમતમાં સામાન્ય વ્યક્તિની માફક હાથમાં કોકડું પકડીને ઘા કરે છે એ સાવર કુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા પણ આ રમતનો આનંદ ઉઠાવતા સ્પષ્ટ દર્શઈ રહયા છે.

ઈંગોરીયાની રમત છેલ્લા ચાર દાયકાથી સાવરકુંડલામાં રમાય છે.પહેલા ઈંગોરીયાની રમત રમાતી હતી પરંતુ સમય જતાં હવે કોકડાએ ઈંગોરીયાનું સ્થાન લીધું છે.સાવરકુંડલા ના યુવાનો ઈંગોરીયાની જેમજ કોકડા એક બીજા ઉપર ફેંકે છે.આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી.આ રમત સાવરકુંડલાના નાવલી ચોકમાં,રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવળાગેઇટ વિસ્તારમાં રમાય છે.સાવરકુંડલા ની બહાર રહેતા લોકો પણ ઈંગોરીયા અને કોકડાની રમત જોઈને ચકિત થઈ જાય છે.આ રમત શરૂ થતા પહેલાજ ફાયર વિભાગ થી લઈ પોલીસ સ્ટાફ સહિતના લોકો તૈનાત રહે છે.

ઈંગોરિયા અને કોકડાની આ લડાઈમાં હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાઝ્યુ હોઈ તેવુ પણ બન્યુ નથી. સંપુર્ણ પણે હોમમેઈડ એવા ઈંગોરિયાની લડાઈ જોવા દુર દુરથી લોકો સાવરકુંડલા આવે છે. ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશનો કોઈ પણ ખુણે સ્થાઈ થયો હોઈ પરંતુ દિવાળીના દિવસે તે અચુક કુંડલામાં આ રમત રમવા આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા અકસ્માત : રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હોવાનો ઘટસ્ફોટ, 8 લોકોને અડફેટે લેતા 1 નું મોત થયું હતું

આ પણ વાંચો:વડોદરામાં થયો કરૂણ અકસ્માત, ત્રણ મહિનાના બાળકનું નીપજયું કરુણ મોત

આ પણ વાંચો:વડોદરામાં નિવૃત PSI એ નશાની હાલતમાં કર્યો અકસ્માત