Gujarat Local Body Election 2026/ ગુજરાતમાં કાલે મતદાનનો મહાપર્વ, 4.08 કરોડથી વધુ મતદારો લોકશાહીને મજબૂત કરશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી (Election) માટે 26 એપ્રિલે મતદાન યોજાશે. Gujarat State Election Commission મુજબ 4.08 કરોડ મતદારો, 48,450 મતદાન મથકો અને 25,537 ઉમેદવારો મેદાનમાં.

Top Stories Gujarat Breaking News
Election

Gujarat Local Body Election 2026:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ હવે આવતીકાલે રવિવાર, 26 એપ્રિલે રાજ્યભરમાં મતદાન યોજાવાનું છે. સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આ ચૂંટણીમાં (Election) 15 મહાનગરપાલિકા, 84નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 9,263 બેઠકો માટે ભારે રસાકસી જામી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Election) 

રાજ્ય ચૂંટણી આયોગના આંકડા અનુસાર, કુલ 25,537 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય વાત એ છે કે મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ 736 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.આમ, લોકશાહીના આ મહાપર્વમાં હજારો ઉમેદવારો વિના જ કેટલાક પ્રતિનિધિઓ નક્કી થઈ ગયા છે.રાજ્યભરમાં કુલ 48,450 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત મતદાન માટે વહીવટી તંત્રે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે. આમાં 14,275 સંવેદનશીલ મથકો અને 2,196 અતિ-સંવેદનશીલ મથકોની ખાસ નોંધ લેવાઈ છે. સુરક્ષા વ્યવસ્થામાં 92,583 પોલીસ જવાનો તૈનાત રહેશે.

ચૂંટણી પ્રક્રિયાને સુલભ અને સરળ બનાવવા માટે 2,64,715 પોલિંગ સ્ટાફ રાત-દિવસ કાર્યરત છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મતદાન માટે 1,22,951 બેલેટ યુનિટ (BU) અને 1,08,188 કંટ્રોલ યુનિટ (CU) EVM મશીનો ફાળવવામાં આવ્યા છે. આ વખતે OBC માટે અનામત વધારીને 27% કરવામાં આવી છે અને નવી મહાનગરપાલિકાઓમાં પણ પ્રથમ વખત ચૂંટણી (Election) યોજાઈ રહી છે.આવતીકાલે રાજ્યના કુલ 4,08,16,713 મતદારો પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કરશે. આમાં પુરુષ, મહિલા તથા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો :અમદાવાદ મનપા ચૂંટણી: 28 એપ્રિલે LD અને ગુજરાત કોલેજમાં થશે મતગણતરી

આ પણ વાંચો :26એ અચૂક મતદાન કરો: ચૂંટણી અધિકારીની અપીલ

આ પણ વાંચો :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરમાં કરાયો અનોખો પ્રયોગ