પાકિસ્તાનની ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને સુધારવા માટે આંતારાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી બેલઆઉટ પેકેજ લેવાની ખબરો વચ્ચે અમેરિકાના વિદેશમંત્રીએ ચેતાવણી આપી છે. માઈક પોમ્પીઓએ કહ્યું કે પાકિસ્તાનની નવી સરકારને ચીની કાર્જદાતાઓને લોન ચૂકવણી માટે ફંડ આપવામાં આવવું ના જોઈએ.
એક ઇન્ટરવ્યુમાં સોમવારે પોમ્પીઓએ કહ્યું કે અમેરિકા પાકિસ્તાનની નવી સરકારના પ્રધાનમંત્રી સાથે સારા સંબંધોની આશા રાખે છે, પરંતુ આવા બેલઆઉટ પેકેજનો કોઈ તર્ક નથી, જેનાથી પાકિસ્તાન ચીનને કર્જ ચૂકવે.

આટલુજ નહિ પોમ્પેઓએ IMF ને કહ્યું કે કોઈ ભૂલ ના કરો. અમે જોઈ રહ્યા છીએ IMF શું કરી રહ્યું છે. જણાવી દઈએ કે રવિવારે એક રીપોર્ટમાં જાણાવ્યું હતું કે પાકીસ્તાની ફાઈનાન્સ આધિકારીઓએ IMF પાસેથી એક અરબ ડોલર નું બેલઆઉટ પેકેજ લેવા જેવા વિકલ્પ આપ્યા છે.
જોકે, IMF ના પ્રવક્તાએ કહ્યું અમે એ વાતની પુષ્ટિ કરીએ છીએ કે હજુ સુધી પાકિસ્તાન તરફથી ફંડની વ્યાવસ્થા કરવા માટે અમને કોઈ આવેદન મળ્યું નથી. એટલા માટે અમે અધિકારીઓ સાથે આ વિષે કોઇ ચર્ચા કરી નથી.

પાકિસ્તાન હાલમાં મુદ્રા સંકટ સામે ઝઝુમી રાહ્યું છે. જે નવી સરકાર માટે સૌથી મોટા પડકારોમાંનો એક છે. કેટલાક એનાલીસ્ટ અને બીઝનેસ લીડર્સના મતે IMF ના બેલઆઉટ પેકેજથી સ્થીતી સુધરી શકે છે. જાણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષમાં પાકિસ્તાનનું આ બીજું બેલઆઉટ પેકેજ છે.
ઘટતા વિદેશી મુદ્રા ભંડારને સ્થિર કરવા માટે પાકિસ્તાનને 1 અરબ ડોલર ની જરૂર છે.
