મુંબઈ,
બોલીવુડના જાણીતા સિંગર મીકા સિંહના ઘરે ચોરી થયાના અહેવાલ સામે આવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે મીકાના ઓશિવરા સ્થિત એપાર્ટમેન્ટમાંથી આશરે 3.25 લાખના દાગીના-રોકડની ચોરી થઈ છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ મામલે ઓશિવરા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફુટેજ મુજબ સાંજના સમયે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, જેથી મીકાના ઘરે કામ કરનારા ઉપરાંત તેમના ઘરે આવતા-જતા લોકોની આ અંગે પૂછપરછ કરાઈ રહી છે.
પોલીસને 27 વર્ષીય અંકિત વાસન નામના શખ્સ પર શંકા છે, જે મીકા ના પ્રોજેક્ટ અને લાઈવ શોનુ ઓર્ગેનાઈઝેશનનુ કામકાજ સંભાળે છે. હાલ તેની કડક પૂછપરછ કરાઈ રહી છે.
