Gujarat News/ ગુજરાતમાં આજે વરસાદનું જોર, 7 દિવસની આગાહીમાં અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

Gujarat Weather : આજે 22 સપ્ટેમ્બરે ગુજરાતમાં બપોર બાદ અમરેલી, ગીર સોમનાથ અને ઉનામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરત સહિત પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

Top Stories Gujarat Vadodara Others Trending
Gujarat Weather

Gujarat Whether:  હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 7 દિવસની આગાહી જાહેર કરી છે. આજે 22 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ઉપરાંત દમણ તથા દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ

રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં(Gujarat Weather) પલટો જોવા મળી શકે છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વરસાદ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ મેઘગર્જના અને વીજળીના કડાકા-ભડાકા થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં એક-બે સ્પેલમાં મેઘગર્જના સાથે વરસાદ(Gujarat Weather) પડી શકે છે. લોકોને ખાસ કરીને વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળવા અને હવામાન વિભાગની (Gujarat Weather) સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.

23 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટશે

હવામાન વિભાગની આગાહી મુજબ 23 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનું(Gujarat Weather) જોર ધીમે ધીમે ઘટી શકે છે. જોકે, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.  હવામાનમાં આ ફેરફાર પાછળ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન પણ મહત્વનું પરિબળ છે. આ સિસ્ટમ વધુ તીવ્ર બનીને પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે. આગામી સમયમાં તે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. તેની અસરને કારણે ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી રહી છે.


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 93 તાલુકામાં વરસાદ; મહુવામાં 4 ઇંચથી વધુ ખાબક્યો

આ પણ વાંચો:ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસું પાછું ખેંચાવાની શક્યતા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી મેઘમહેરનો રાઉન્ડ, 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી