Surendranagar News/ સુરેન્દ્રનગરના 200થી વધુ ખેડૂતો બન્યા નકલી ખાતરનો ભોગ

સુરેન્દ્રનગરના ખેડૂતોનકલી ખાતરનો ભોગ બન્યા છે. ઉટડીના 50થી વધુ ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે. નકલી ખાતરના વપરાશના પગલે તેમનું વાવેતર નિષ્ફળ ગયું છે. ખાતર માફિયાઓએ ખેડૂતોને નકલી ખાતર આપ્યું છે. ચુડા ચોટીલા અને હવે લીંબડીના ઉટડી ગામમાં ખાતર માફિયાઓએ લગભગ 200થી વધુ ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું છે.

Gujarat Ahmedabad Others Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગરના ખેડૂતોનકલી ખાતરનો ભોગ બન્યા છે. ઉટડીના 50થી વધુ ખેડૂતો નકલી ખાતરનો ભોગ બન્યા છે. નકલી ખાતરના વપરાશના પગલે તેમનું વાવેતર નિષ્ફળ ગયું છે. ખાતર માફિયાઓએ ખેડૂતોને નકલી ખાતર આપ્યું છે. ચુડા ચોટીલા અને હવે લીંબડીના ઉટડી ગામમાં ખાતર માફિયાઓએ લગભગ 200થી વધુ ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર પધરાવી દીધું છે.

ખેડૂતોએ નર્મદા એગ્રો કંપની પાસેથી ખાતર ખરીદ્યુ હતુ. તેના લીધે મગફળી, કપાસ સહિતના ઊભા પાકો બળી ગયા હતા. ખેડૂતોનો ફક્ત પાક જ બળી ગયો નથી, પરંતુ તેમની જમીન પણ બંજર બની ગઈ છે. તેના લીધે જમીનની ફળદ્રુપતા ખતમ થઈ જતાં હવે ખેડૂતો માટે ત્યાં પાક લેવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને આ અંગે જાણ કરી છે. એગ્રો કંપની પર કાર્યવાહી કરી વળતર ચૂકવવા માંગ કરી છે.

ચેમ્પિયન એગ્રો અને નર્મદા એગ્રો દ્વારા ડુપ્લીકેટ ખાતર ખેડૂતોને પધરાવી દેવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકો ખાતર ભેળવ્યા બાદ બળી ગયા છે ત્યારે ખેડૂતોએ એગ્રો કંપનીઓ સામે ગુનો દાખલ કરવાની અને તાત્કાલિક વળતર ચુકવણી કરવાની માગ કરી છે. ડુપ્લીકેટ ખાતરે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે.

આ પહેલા સાયલા તાલુકાના છડીયાળી ગામે 30થી વધુ ખેડૂતોને ભરમાવી ઓર્ગેનિકના નામે નકલી ખાતર પધરાવતા થયેલા નુકશાનનો પર્દાફાશ થતા જિલ્લા તેમજ તાલુકાના સરકારી તંત્રમાં દોડધામ મચી જવા સાથે અધિકારીઓને ગામના ખેડૂતો તેમજ ખેતરોની જાતે મુલાકાત લેવાની ફરજ પડી હતી. નકલી ખાતરના કારણે 400થી 500 વીઘાનું વાવેતર બળી જતા જગતનો તાત લાચાર બની વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે. ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા પંચ રોજકામ કરતા માટીના નમુના લેવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ નકલીનો વેપલો કરીને ખેડૂતોને રાતા પાણીએ રોવડાવનાર ડીલર, વેપારી વિરુદ્ધ તંત્રની ઢીલી નીતિને જોતા ગામલોકોમાં પણ ભારે આક્રોશ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં રસ્તાઓ બન્યા બિસ્માર, ખાડાઓ ‘જીવલેણ’

આ પણ વાંચો: 20 લાખના લાંચિયા આસિ.ટીપીઓના ઘરમાંથી 77 લાખની માલમતા કબજે

આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાડામાં પડી, બાળકો સુરક્ષિત

આ પણ વાંચો: ગુજરાતને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાથી રૂ. 9,726 કરોડની આવક