Surat News: સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત થયો છે. સ્કૂલ બસ રોડ પર ખાડામાં પલટી ખાઇ બસ સાથે અથડાઈ હતી, બાળકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા છે. વહીવટીતંત્રની બેદરકારીના કારણે લોકો રોષે ભરાયા છે.
સુરતમાં સાંકેત ચોકડી પાસે દાંડી રોડ પર સ્કૂલ બસ પાણીના ખાડામાં ફસાઈ ગઈ હતી. ઓલપાડ તાલુકાના ઓરથાન ગામે આવેલી મહારાજા અગ્રસેન ઈન્ટરનેશનલ સ્કૂલની બસમાં 30 થી 40 વિદ્યાર્થીઓ સવાર હતા. કતારગામ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જવાતા હતા. ત્યારે દાંડીરોડ પર આ ઘટના બની હતી. રસ્તામાં પોલલેન્ડનું કામ ચાલતું હોવાથી ખાડો ખોદવામાં આવ્યો હતો. જેથી બસ ખાડામાં કાબકી ગઈ હતી. બાળકોને બસનો કાચ તોડી સહીસલામત બહાર કાઢવામાં આવ્યા છે.
સુરતમાં ભારે વરસાદથી સુરત જળબંબાકાર થઈ ગયું હતું. ચોમાસામાં અનેક વિસ્તારોમાં ખાડા પડવાની ઘટના સામે આવી હતી. જો કોઈ દુર્ઘટના ઘટે તો નિર્દોષ બાળકોના જીવની કિંમત કોણ ચૂકવતું?
આ પણ વાંચો:કેદારનાથમાં વરસાદમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં રેસ્ક્યુ
આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના
આ પણ વાંચો:Gujarat Rain Live: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગ કરી