Surendranagar News/ સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગ કરી

ખેડૂતો અનેક વખત કલેક્ટરને રજૂઆત કરી ચુક્યા છે…….

Top Stories Gujarat Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગરમાં ખેડૂતોને ખેતરોમાં સોલાર લાઈનો નાખ્યા બાદ વળતર નહીં ચૂકવાતા નટવરગઢ ગામમાં 47થી વધુ ખેડૂતોએ ઈચ્છામૃત્યુની માગ કરી છે તેમજ સાથે રાજ્યપાલને પત્ર લખ્યો છે.

સુરેન્દ્રનગરમાં અવાડા સનરાઈઝ એનર્જી કંપની દ્વારા વળતર ન ચૂકવાયું હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. ખેડૂતોને મોટા સપના બતાવી ખેતરોમાં સોલાર લાઈનો નાખી હતી. કંપનીએ જોકે, વળતર આપવાનું કહી આજદિન સુધી એક રૂપિયાનું પણ વળતર આપ્યું ન હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા.

ખેડૂતો અનેક વખત કલેક્ટરને રજૂઆત કરી ચુક્યા છે. તેમને જણાવવામાં આવે છે કે કંપનીના એમ ડી સાથે મુલાકાત કરાવીશું. પણ તેમની મુલાકાત કરાવી આપતા નથી તેમ ખેડૂતોએ આક્ષેપો કર્યા છે. આખરે કંટાળીને 47 ખેડૂતોએ રાજ્પાલને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના

આ પણ વાંચો:Gujarat Rain Live: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ

આ પણ વાંચો:જાતજાતના વાયરસથી ચેતી જજો, હોસ્પિટલો ઉભરાઈ રહી છે