Not Set/ 90 વર્ષનાં દર્દીએ જીત્યો કોરોના સામેનો જંગ, જાણો આવા બીજા જીતનારા લડવૈયા કોણ છે ?

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર જોવામાં આવી રહ્યો છે. કોરોના પોઝિટીવની સંખ્યા 3500 સુધી આંબી ગઇ છે. તો મોતનો આંક બેવડી સદી ફટકારવા તરફ અગ્રેસર છે. સંક્રમણનો ફેલાવો કુદકેને ભૂસકે આગળ વધી રહ્યો છે. અને રોજ માઠા સમાચારોની વણઝાર ગુજરાત માટે ખડકી દે છે. ત્યારે ગુજરાતમ માટે આવા સારા સમાચારો પણ આવી રહ્યા છે. જી હા કોરોનાનાં કહેરને  ભાવનગરમાં […]

Gujarat Others

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર જોવામાં આવી રહ્યો છે. કોરોના પોઝિટીવની સંખ્યા 3500 સુધી આંબી ગઇ છે. તો મોતનો આંક બેવડી સદી ફટકારવા તરફ અગ્રેસર છે. સંક્રમણનો ફેલાવો કુદકેને ભૂસકે આગળ વધી રહ્યો છે. અને રોજ માઠા સમાચારોની વણઝાર ગુજરાત માટે ખડકી દે છે. ત્યારે ગુજરાતમ માટે આવા સારા સમાચારો પણ આવી રહ્યા છે. જી હા કોરોનાનાં કહેરને  ભાવનગરમાં વધુ એક દર્દીએ માત આપી દીધી છે. સર.ટી હોસ્પિટલ ખાતે સારવાર નીચે રહેલ દર્દીએ કોરોનાને માત આપી પરાસ્ત કરી દીધો છે.  90 વર્ષીય વૃદ્ધનો દર્દી કોરોના મુક્ત થયો  હોવાનું સામે આવી રહ્યું છે. આ દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવશે તેવી સર ટીનાં મેડિકલ સ્ટાફે માહિતી આપી છે. આપને જણાવી દઇએ કે ગુજરાતમાં મહાનગરોની અવદશા પછી જો મોટા શહેરોમાં કોઇ શહેરની હાલ સૌથી વધારે ખરાબ હોય તો તે ભાવનગરની છે. ભાવનગરમાં કુલ અત્યાર સુધીમાં 42 પોઝીટીવ કેસ નોંધાયા છે. તો સાથે સાથે 21 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરાયા છે. 

આવી જ રીતે ગુજરાતનાં આ શહેરનાં બીજા બં દર્દીઓએ પણ કોરોનાને માત આપી છે. જી હા, કોરોના સર્વાઇવર તરીકે બોટાદનાં બે પોઝિટિવ વ્યક્તિને સારવાર બાદ મુક્તિ અપાઈ છે. બોટાદનાં પિતા અને પુત્રના રિપોર્ટ સારવાર બાદ નેગેટીવ આવ્યા છે.  બોટાદ ના પ્રથમ પોઝિટિવ વ્યક્તિ 80 વર્ષીય મ્રુતકના પુત્ર અને પ્રપૌત્ર  સાજા થયા છે અને કોરોનાને માત આપી હરાવ્યો છે. બોટાદ શહેરના વોર્ડ નંબર 9 ના મુનિરભાઈ ઈસ્માઈલભાઈ માંકડ અને મોહમ્મદ મુનિરભાઈ માંકડ બને પિતા – પુત્ર સાજા થયા છે. ઉલ્લેખનીય છે કે, બને પિતા – પુત્ર સાળંગપુર ખાતેની ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેઓ ને.રજા અપાતા હાજર સ્ટાફ દ્વારા તાળીઓથી વધાવાયા હતા, જ્યારે  પિતા – પુત્ર એ આરોગ્ય ટીમ નો માન્યો આભાર હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન