Ahmedabad News: દિવાળીના પર્વ બાદ નૂતન વર્ષની શરૂઆત નિમિત્તે સનાતન હિંદુ પરંપરા અનુસાર મંદિરોમાં (BAPS Swaminarayan Temple) ભગવાન સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ પરંપરાના ભાગરૂપે અમદાવાદના શાહીબાગ (Shahibaug Annakut) સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજી સમક્ષ 1100થી વધુ વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સંતો અને હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક અન્નકૂટની રચના કરી હતી, જ્યારે દર્શન માટે આવેલા ભક્તોએ મનોહર અન્નકૂટનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
![]()
BAPS Swaminarayan Temple: 45 દિવસની મહેનત બાદ તૈયાર થયો ભવ્ય અન્નકૂટ
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી યોજાયેલા આ અન્નકૂટની તૈયારીઓ લગભગ 45 દિવસ પહેલાંથી શરૂ કરવામાં આવી (1100 Dishes Annakut) હતી. મંદિરના ગર્ભગૃહમાં ઠાકોરજી સમક્ષ વાનગીઓની ગોઠવણી આકર્ષક અને વ્યવસ્થિત રીતે થાય તે માટે કુશળ આર્કિટેક્ટ્સના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. વાનગીઓને તેમના પ્રકાર, સંખ્યા અને રંગ પ્રમાણે વર્ગીકૃત કરીને સુંદર રીતે ગોઠવવામાં આવી હતી.

અન્નકૂટમાં હિમાલય અને માનસરોવરનું પ્રતીકાત્મક દર્શન
આ વર્ષની (Hindu New Year Celebration) વિશેષતા તરીકે અન્નકૂટની આગળ હિમાલય, પવિત્ર માનસરોવર અને તેમાં વિહરતા રાજહંસોનું પ્રતીકાત્મક સુશોભન કરવામાં આવ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ બાળયોગી નીલકંઠ સ્વરૂપે ભારતીય ઉપખંડમાં સાત વર્ષ સુધી આશરે 12,800 કિલોમીટરની પદયાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન માનસરોવરની મુલાકાતની સ્મૃતિને આધારે વિશેષ સજાવટ તૈયાર કરવામાં આવી હતી.
![]()
1500થી વધુ યુવતીઓ અને મહિલા હરિભક્તોની સેવા
આ ભવ્ય આયોજનમાં સંતો ઉપરાંત અમદાવાદના સેંકડો યુવકો, પુરુષ હરિભક્તો અને 1500થી વધુ યુવતીઓ તથા મહિલા હરિભક્તોએ સેવા આપી હતી. છેલ્લા એક મહિનાથી દિવાળી અને અન્નકૂટને લગતી વિવિધ સેવાઓમાં હરિભક્તોએ નિયમિત રીતે શ્રમદાન કર્યું હતું.
![]()
અન્નકૂટનો પ્રસાદ મંદિરના ભક્તો અને દર્શનાર્થીઓ ઉપરાંત શહેરનાં અન્ય મંદિરોમાં પણ પહોંચાડવામાં આવશે. સાથે જ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
મહંત સ્વામી મહારાજના પત્રોનું પ્રદર્શન
અન્નકૂટના આયોજનની સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વૈશ્વિક કાર્ય અને પરોપકારી સંદેશને ઉજાગર કરતી ‘મહંત સ્વામી મહારાજના પરોપકારી પત્રો’ નામની પ્રદર્શની પણ યોજવામાં આવી હતી. અન્નકૂટનાં દર્શન માટે આવેલા ભક્તોએ આ પ્રદર્શનીનો પણ લાભ લીધો હતો.
![]()
મંદિરમાં અન્નકૂટનાં દર્શન માટે સવારે 10:30થી સાંજે 7 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બેસતા વર્ષે દ્વારકામાં ભક્તિનો મહાસાગર: દ્વારકાધીશના દર્શને ઉમટ્યા હજારો ભાવિકો
આ પણ વાંચો: ‘જય અંબે’, ‘હર હર મહાદેવ’ના નાદ સાથે નવા વર્ષની શરૂઆત: ચાર યાત્રાધામોમાં ભક્તોની ભીડ
આ પણ વાંચો: વલસાડનાં શ્રીનાથજી અને ગાદીજી મંદિરમાં અન્નકૂટ સખડી ઉત્સવ
