રાજ્યમાં કોરોના નો કહેર વધતો જોવા મળી રહ્યો છે.દિવસેને દિવસે કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતશહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રોજ નવા રેકોર્ડ બનાવીરહી છે, ત્યારે કોરોના સંક્રમિતોની હોસ્પિટલો પણ ફૂલ થતી જોવા મળી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં કોરોનાથી સંક્રમિત બે મહિલાઓના મૃતદેહો બદલાઈ ગયા હતા. જેના પગલે મૃતકના પરિવારજોને હોસ્પિટલમાં તોડફોડ કરતાં પોલીસ બોલાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, 10 દિવસ પહેલા જ શહેરના સૈયદપુરામાં આવેલ રાજવાડ ખાતે રહેલા શબાના અન્સારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને શહેરની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન શબાનાબેનનું મોત નીપજતાં તેમના મૃતદેહને અન્ય એક હિન્દુ મહિલાના મૃતદેહ સાથે બદલી નાંખવામાં આવ્યો હતો.
કેવી રીતે જાણ થઈ?
કોવિડ વિભાગમાં કુલ 4 ડેડબોડી હતી. જેમાં શબાનાબેન અન્સારીના પરિવારે તપાસ કરતાં ત્યાં શબાનાબેનનો મૃતદેહ મળી આવ્યો નથી. બીજી તરફ સુશીલાબેનના પરિવારજનો એક મૃતદેહને અગ્નિદાહ આપી આવ્યા છે, પરંતુ તેમને પણ જાણ નથી કે તેમણે કોના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યાં?
