Ahmedabad News: રાજ્યમાં વરસાદના મોરચે સ્થિતિ ઠીક-ઠીક છે. જો કે સારા સમાચાર એ છે કે રાજ્યમાં મેઘ જમાવટનું જોર જારી રહેશે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગનું અનુમાન છે કે મધ્યગુજરાતમાં પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડશે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તેની સાથે-સાથે દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ નવસારી, વલસાડ અન તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેની સાથે દીવ-દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તેની સાથે-સાથે ગીરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
તેની સાથે-સાથે ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુરાતમાં વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડામાં વરસાદ રહેશે તેવી આગાહી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે તેમા પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
