Vadodara News: કરજણ તાલુકામાં નેશનલ હાઈવે 48 પર કંડારી નજીક વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ પલટી જવાની ગંભીર ઘટના બની હતી. વડોદરાથી સુરત તરફ જઈ રહેલી આ બસમાં 30થી વધુ મુસાફરો (Passengers) સવાર હતા. અકસ્માતમાં (Accident) 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જ્યારે એક મુસાફરની હાલત ગંભીર હોવાના અહેવાલ છે.અકસ્માતની પ્રાથમિક માહિતી અનુસાર, બસ ઝડપી હોવાથી અથવા ડ્રાઈવરની ભૂલને કારણે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી બસ પલટી ખાઈ ગઈ હતી. ઘટના વહેલી સવારે બનતાં મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
NH-48 પર લક્ઝરી બસ અકસ્માત
ફાયર બ્રિગેડના (Fire brigade) જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને બસમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ખાસ કરીને એક વ્યક્તિને બસના લોખંડના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો.ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા કરજણની સ્થાનિક હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે વડોદરાની (Vadodara) હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે.
અકસ્માતને પગલે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસ અને NHAIની ટીમે તાત્કાલિક વાહનોને ખસેડીને ટ્રાફિક પુનઃસ્થાપિત કર્યો હતો.કરજણ પોલીસ સ્ટેશને અકસ્માત અંગે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:વડોદરા અકસ્માતના પડઘા બોલિવૂડ સુધી પડ્યા,આ અભિનેત્રીએ વ્યક્ત કર્યો ગુસ્સો જાણો શું કહ્યું?
આ પણ વાંચો:વડોદરામાં અકસ્માત થતા ટેમ્પોમાં ફસાયેલા ડ્રાઈવરને કેબીન કાપી બહાર કઢાયો
