ગુજરાત/ જાણો, ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યો દેશનો સૌથી લાંબો રૂપસુંદરી નામનો સાંપ

રૂપસુંદરી નામના સાપની સામાન્ય લંબાઇ 3.5 ફુટથી 4 ફુટ સુધીની હોય છે. વઢવાણમાંથી જે સાપ મળ્યો છે તેની લંબાઇ 5 ફૂટ 7 ઇચ છે.

Gujarat Others

ઝાલાવાડનાં વઢવાણની શાક માર્કેટમાં લાંબો સાપ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે,તેને સાપ પકડાનારાઓએ મોરી શાક માર્કેટ પહોંચી સાપને પકડી લીધો હતો.પરંતુ જ્યારે આ સાપ વિશે જાણ્યું તો એક્સપર્ટસ પણ ચોંકી ગયા હતા. આ સાપ રૂપસુંદરી હોવાની સામે આવ્યું છે. સાથે જ જાણવા મળ્યુ કે, આ રૂપસુંદરી સાપ અત્યાર સુધી મળેલો ભારતનો સૌથી મોટો રૂપસુંદરી સાપ છે.

આ પણ વાંચો : સુરતમાં આગામી દિવસોમાં વધુ પાંચ જેટલી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે

આ અંગે હિતેશ્વરસિંહ મોરીએ જણાવ્યુ કે રૂપસુંદરી નામના સાપની સામાન્ય લંબાઇ 3.5 ફુટથી 4 ફુટ સુધીની હોય છે. વઢવાણમાંથી જે સાપ મળ્યો છે તેની લંબાઇ ૫ ફૂટ 7 ઇચ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે સર્પ સંદર્ભ-2 નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે આ અગાઉ રૂપસુંદરી નામના સાપની સૌથી વધુ લંબાઇ ૫ ફૂટ ૫ ઇચની લંબાઇનો રેકોર્ડ છે. જયારે વઢવાણમાંથી 5 ફૂટ 7 ઇચનો રૂપસુંદરી નામનો સાપ મળ્યો છે. જે આ પ્રજાતીનો દેશનો સૌથી લાંબો સાપ છે. આ સાપને સીમ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુકાયો હતો.

આ પણ વાંચો :ગોધરા ખાણ ખનીજ કચેરીએ એક ક્વોરી એસો.ના અગ્રણીની રોયલ્ટી પાસ વગરની ટ્રક ઝડપી પાડતા ચકચાર મચી…!!!

આ પણ વાંચો :મિત્રતાની અદભુત મિશાલ, રંગબેરંગી પક્ષીઓ છે માધવના મિત્રો, વાંચો સમગ્ર અહેવાલ

જાણો રૂપસુંદરી સાપની શું છે ખાસિયતો

  • આ સાપના શરીર પરની ડઝિાઇન ખુબ સુંદર હોવાથી તેને રૂપસુંદરી કે અલંકૃત સાપ કહે છે
  • તેના ગળાથી શરૂ થતા ત્રણ ત્રણની હારનાં ઘટ્ટ ભૂરા તથા કાળા ટપકા શરીરની અડધી લંબાઇ સુધી હોય છે
  • તેના આખા શરીર પર સફેદ તથા પીળાશ પડતા રંગની પટ્ટીઓ હોય છે
  • ઠંડીની ઋતુમાં આ સાપનો શિતસમાધિ સમય હોવાથી બહુ ઓછા જોવા મળે છે

આ પણ વાંચો :શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ, રખિયાલ અને શાહઆલમમાં ઉછળી તલવારો