Sabarkantha News/ સાબરકાંઠામાં 2.30 લાખ વૃક્ષોનું વાવેતર, વન વિભાગ આપશે 10 ફૂટ ઊંચા તૈયાર રોપા

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળીએ વિધાનસભામાં ‘ગ્રીન વૉલ ઑફ અરવલ્લી’ (Green Wall of Aravalli) અને કેમ્પા યોજના હેઠળ થયેલા વનીકરણની વિગતો આપી.

Gujarat Top Stories Others
Green Wall of Aravalli Gujarat

Green Wall of Aravalli Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન વૉલ ઑફ અરવલ્લી’ (Green Wall of Aravalli) પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં પર્યાવરણ જાળવણીની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 2.30 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

Green Wall of Aravalli Gujarat

Green Wall of Aravalli : વૃક્ષોના ઝડપી ઉછેર માટે નવી રણનીતિ

મંત્રી પ્રવિણ માળીએ ગૃહમાં જાહેરાત કરી હતી કે, હવે વૃક્ષોના ઉછેરમાં સમય ન બગડે તે માટે વન વિભાગ દ્વારા 6 થી 10 ફૂટ ઊંચા તૈયાર રોપાનું વિતરણ કરવામાં આવશે. આનાથી વૃક્ષ પ્રેમીઓને ખાનગી નર્સરીઓ પર નિર્ભર રહેવું પડશે નહીં. વધુમાં, વન વિભાગ આ વૃક્ષોની 10 વર્ષ સુધી જાળવણી પણ કરશે, જેથી તેનો જીવંત દર (Survival Rate) ઊંચો રહે.

Green Wall of Aravalli Gujarat

સરદાર પટેલની સ્મૃતિમાં 562 વૃક્ષોના ‘સ્મૃતિ વન’

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એક અનોખી અને પર્યાવરણલક્ષી પહેલ કરવામાં આવી છે. સરદાર પટેલે ભારતને એકતાના સૂત્રમાં બાંધવા માટે જે 562 રજવાડાઓનું વિલીનીકરણ કર્યું હતું, તેની અમર સ્મૃતિમાં રાજ્યના દરેક વિધાનસભા વિસ્તારમાં 562 વૃક્ષો ધરાવતા ‘સ્મૃતિ વન’ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને હિંમતનગરમાં આવા ચાર સ્મૃતિ વનનું સફળતાપૂર્વક નિર્માણ કરી દેવામાં આવ્યું છે, જે આવનારી પેઢીને સરદાર પટેલના અપ્રતિમ યોગદાનની યાદ અપાવતા રહેશે.

કેમ્પા (CAMPA) યોજના હેઠળ મોટું વાવેતર

કેમ્પા યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વનીકરણનો વ્યાપ વધારવા માટે સરકારે મોટા લક્ષ્યાંકો હાંસલ કર્યા છે, જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં કુલ 1508 હેક્ટર વિસ્તારમાં 14 લાખ રોપાઓનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ખાસ કરીને ખેડબ્રહ્મા વિસ્તારમાં જ 454 હેક્ટરમાં 4.55 લાખ રોપાઓ વાવવામાં આવ્યા છે. આ પ્રયાસો ‘ગ્રીન વૉલ ઑફ અરવલ્લી’ પ્રોજેક્ટનો એક ભાગ છે, જે ગુજરાતથી દિલ્હી સુધી વિસ્તરેલી અરવલ્લીની ગિરિમાળાઓને ફરીથી હરિયાળી બનાવવાનું એક મહત્વાકાંક્ષી મિશન છે અને આ મિશનને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય હાલ અગ્રેસર રહ્યું છે.


આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૭૦ લાખથી વધુ વૃક્ષોનું વૃક્ષોરોપણ

આ પણ વાંચો: ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ દેશમાં કુલ 121 કરોડ, જ્યારે ગુજરાતમાં 17 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર

આ પણ વાંચો: લીંબડીના ભલગામડા ગામે તળાવ કાંઠે 5,000 વૃક્ષોનું સંકલ્પવન બનશે