Lifestyle: ભારતમાં ચાંદ દેખાયા પછી 20 માર્ચ કે 21 માર્ચના રોજ ‘ઈદ-ઉલ-ફિત્ર’ (Eid-ul-Fitr) અર્થાત્ ‘મીઠી ઈદ’ મનાવવામાં આવશે. જો તમે આ વર્ષે કંઈક અલગ અને શાહી પકવાન બનાવવા માગતા હો તો લખનૌની મશહૂર કિમામી સેવૈયા (Kimami Sevaiyan) અવશ્ય બનાવો.
ઈદનો તહેવાર (Festival) મીઠા વ્યંજનો વિના અધૂરો લાગે છે અને સેવૈયા અર્થાત્ શીર-ખુર્મા (Sheer-Khurma) આ મોકા પર વિશેષ વાનગી ગણાય છે. જો તમે આ વર્ષે કંઈક અલગ અને શાહી પકવાન બનાવવા માગતા હો તો લખનૌની મશહૂર કિમામી સેવૈયા અવશ્ય બનાવો. દૂધ, માવા, ડ્રાય ફ્રુટ્સ થી ભરપૂર સુગંધીદાર એવી આ વાનગી તમારા તહેવારની મીઠાશને ઓર વધારી દેશે! એનો સ્વાદ એટલો તો લાજવાબ હોય છે કે, એક વાર ખાધા પછી લોકો એના અફલાતૂન સ્વાદને ભૂલી નહિં શકે! તો ચાલો જાણીએ કે, ઘરે લખનવી સ્ટાઇલ કિમામી સેવૈયા શી રીતે તૈયાર કરવી?
ભારતમાં ચાંદ દેખાયા પછી 19 ફેબ્રુઆરી 2026 થી પવિત્ર રમઝાન મહિના (Ramadan Month)નો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ સંજોગોમાં, 20 માર્ચ કે 21 માર્ચના રોજ ‘ઈદ-ઉલ-ફિત્ર’ અર્થાત્ ‘મીઠી ઈદ’ (Eid-ul-Fitr, Mithi Eid, 20 March or 21 March 2026) મનાવવામાં આવશે. જો કે, રમઝાનની તારીખ ચાંદ ક્યારે દેખાય છે એના પર નિર્ભર હોય છે.
ચાંદ દેખાયા બાદ રમઝાનની શરુઆત થાય છે. રમઝાનને અલ્લાહની ઈબાદત, રહેમત અને હિદાયતનો મહિનો પણ કહેવાય છે. આ દરમિયાન, સવારથી સાંજ સુધી કંઇ પણ ખાધા-પીધા પછી રોજા (ઉપવાસ) રાખવામાં આવે છે. આ દિવસે સવારના સમયે સહરી અને સાંજે ઇફ્તાર (Sehri and Iftar) કરવામાં આવે છે.

‘મીઠી ઈદ’ કેમ કહેવાય છે?
ઈદનો ચાંદ નજરે ચડ્યા બાદ, તરત જ ઈદની મુબારકબાદ આપવા (Eid Mubarak)નો સિલસિલો શરુ થઇ જાય છે. ઈદ મનાવવા માટે આગલા દિવસે રાતથી જ ભાત-ભાતના પકવાન બનાવવાનું મુસ્લિમ ઘરોમાં શરુ થઇ જાય છે. બજારોમાં રોનક છવાઇ જાય છે અને ચાંદ દેખાયા બાદ સવારે ઈદની નમાજ અદા કરવામાં આવે છે.
રમઝાન પછી મનાવવામાં આવનારી આ ઈદનું આખું નામ તો ઈદ-ઉલ-ફિત્ર છે પરંતુ એને મીઠી ઈદ પણ કહે છે કારણ કે, આ દિવસે ઈદ પર મીઠી સેવૈયા (Mithi Savaiya) બનાવવામાં આવે છે જેને શીર-ખુર્મા (Sheer-Khurma) પણ કહેવામાં આવે છે.

શી રીતે બનાવશો કિમામી સેવૈયા? (Kimami Sevaiyan Recipe)
કિમામી સેવૈયા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
500 ગ્રામ સેવૈયા
500 ગ્રામ મોળો માવો
100 ગ્રામ દૂધ
1 લીટર પાણી
150 ગ્રામ શુદ્ધ ઘી
1.5 કિલોગ્રામ ખાંડ
50 ગ્રામ બદામ
50 ગ્રામ કાજુ
25 ગ્રામ પિસ્તા
1 મોટી ચમચી કિશમિશ
30 ગ્રામ અખરોટ
50 ગ્રામ મખાના
6 ચમચી કોપરાનું છીણ

બનાવવાની વિધિ
1. સૌ પ્રથમ એક કડાઇમાં શુદ્ધ ઘી ગરમ કરવું. ત્યારબાદ, એમાં સેવૈયા ઉમેરીને ધીમા તાપે હળવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લોય શેકવાથી સેવૈયાના સ્વાદ અને સુગંધ બંને બેવડાઇ જાય છે.
2. એક જુદા જ પેનમાં પાણી અને ખાંડ ઉમેરીને એને ગૅસ પર મૂકવા અને મધ્યમ તાપે એની હળવી ચાસણી તૈયાર કરવી. જ્યારે ચાસણી બને તો એનો તાર બને એ પહેલા જ ગૅસને બંધ કરી દેવો.
3. હવે આ ચાસણીમાં શેકેલી સેવૈયા ઉમેરી દો અને ધીમા તાપે રંધાવા દો. વચ્ચે-વચ્ચે એને હલાવતા રહો જેથી સેવૈયા નીચે ચોંટી ન જાય.
4. જ્યારે સેવૈયા થોડી નરમ થઇ જાય ત્યારે એમાં મોળા માવાને મસળીને ઉમેરો અને સાથોસાથ અડધો કપ દૂધ (Milk) પણ ઉમેરો. આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરીને રંધાવા દો જેથી મિશ્રણ થોડું ઘટ્ટ બની જાય.
5. હવે બદામ, કાજુ, પિસ્તા અને અખરોટને નાના-નાના ટુકડામાં સમારી લો અને મખાનાને ઘીમાં હળવા શેકી લો જેથી એ ક્રિસ્પી બની જાય.
6. હવે એમાં સમારેલા ડ્રાય ફ્રુટ્સ (Dry Fruits), કિશમિશ, મખાના અને કોપરાના છીણને મિક્સ કરીને સારી રીતે મિક્સ કરી દો અને 5-7 મિનિટ સુધી સેવૈયા ઘટ્ટ અને રિચ બને ત્યાં સુધી ધીમા તાપે થવા દો.
તો તૈયાર છે તમારી સ્વાદ-સોડમથી મઘમઘતી કિમામી સેવૈયા…..એને તમે ગરમાગરમ અથવા તો ઠંડી કરીને પણ મહેમાનોને સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: શ્રાદ્ધના દિવસોમાં બનાવો આ સ્વાદિષ્ટ કેરેમલ ખીર…ફટાફટ બનશે આ રેસિપી!
આ પણ વાંચો: મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…
આ પણ વાંચો: તમે ક્યારેય ચોખાના રસગુલ્લા ખાધા છે ખરાં? આ રેસિપીથી કૂકરમાં ફટાફટ થશે તૈયાર!
