Relationship Science: પ્રેમ અને સંબંધો વિશે વાત આવે ત્યારે આપણે હંમેશા ‘દિલની વાત’ સાંભળવાની સલાહ આપીએ છીએ. પરંતુ આધુનિક મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સ (Neuroscience) મુજબ, જીવનસાથીની પસંદગીમાં આપણું મગજ (Brain) દિલ કરતા પણ વધુ સક્રિય ભૂમિકા ભજવે છે. પાર્ટનર પસંદ કરવાની પ્રક્રિયામાં માત્ર લાગણીઓ જ નહીં, પણ માનસિક સ્વાસ્થ્ય અને મગજની (Brain) રાસાયણિક પ્રક્રિયાઓ પણ મહત્વનો ભાગ ભજવે છે. સંબંધો અને મગજ વચ્ચેના જોડાણની મુખ્ય વિગતો.
પાર્ટનરની પસંદગીમાં Brain નું કામ
રિસર્ચ સૂચવે છે કે જ્યારે આપણે કોઈના પ્રેમમાં પડીએ છીએ, ત્યારે મગજના અમુક ચોક્કસ હિસ્સાઓ સક્રિય થાય છે.
પુરુષોમાં: મગજનું વિઝ્યુઅલ સેન્ટર (Visual Center) વધુ સક્રિય હોય છે, જે શારીરિક આકર્ષણ અને સ્વાસ્થ્યના આધારે પાર્ટનરની પસંદગી કરે છે.
સ્ત્રીઓમાં: મગજનું ઇમોશનલ સેન્ટર (Emotional Center) અને મેમરી સાથે જોડાયેલા ભાગો વધુ સક્રિય હોય છે. તેઓ એવો પાર્ટનર શોધે છે જે ભવિષ્યમાં સુરક્ષા અને સંભાળ આપી શકે.
હોર્મોન્સનો જાદુઈ ખેલ
પ્રેમમાં પડવું એ હકીકતમાં હોર્મોન્સનું એક જટિલ મિશ્રણ છે:
ડોપામાઈન (Dopamine): આ હોર્મોન આપણને આનંદ અને ઉત્સાહનો અનુભવ કરાવે છે. જ્યારે આપણે કોઈ ગમતી વ્યક્તિને જોઈએ છીએ, ત્યારે મગજમાં (Brain) ડોપામાઈનનો પૂર આવે છે.
ઓક્સિટોસિન (Oxytocin): તેને ‘લવ હોર્મોન’ કહેવાય છે. તે બે વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસ અને જોડાણ મજબૂત કરવામાં મદદ કરે છે.
સેરોટોનિન (Serotonin): આ હોર્મોનનું સ્તર ઘટવાને કારણે જ આપણે સતત પાર્ટનર વિશે વિચાર્યા કરીએ છીએ (જે ઘણીવાર ઓબ્સેસિવ લાગે છે).
માનસિક સ્વાસ્થ્ય અને પાર્ટનરશિપ પેટર્ન
લેટેસ્ટ રિસર્ચ મુજબ, આપણું માનસિક સ્વાસ્થ્ય (Mental Health) આપણા સંબંધોની પેટર્ન નક્કી કરે છે.
એટેચમેન્ટ સ્ટાઈલ (Attachment Style): જો બાળપણમાં વ્યક્તિને સુરક્ષિત વાતાવરણ મળ્યું હોય, તો તે મોટા થઈને હેલ્ધી પાર્ટનરશિપ પસંદ કરે છે. પરંતુ જો માનસિક સ્વાસ્થ્ય નબળું હોય અથવા ભૂતકાળમાં ટ્રોમા (Trauma) હોય, તો વ્યક્તિ ઘણીવાર ખોટા પાર્ટનરની પસંદગી કરે છે.
તણાવ અને હૃદયનું જોડાણ: જ્યારે સંબંધોમાં તણાવ હોય છે, ત્યારે શરીરમાં કોર્ટિસોલ (Stress Hormone) વધે છે, જે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર પર સીધી અસર કરે છે. એટલે કે, નબળો સંબંધ તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંનેને બગાડી શકે છે.
તર્ક અને લાગણી વચ્ચેનું સંતુલન
મનોવૈજ્ઞાનિકો માને છે કે સફળ સંબંધ માટે ‘હાર્ટ’ (લાગણી) અને ‘માઈન્ડ’-Brain (તર્ક) બંનેનું સંતુલન જરૂરી છે. માત્ર લાગણીમાં વહી જઈને લીધેલા નિર્ણયો ઘણીવાર જોખમી હોય છે. રિસર્ચ કહે છે કે જે લોકો પાર્ટનર પસંદ કરતી વખતે તેના સ્વભાવ, શિસ્ત અને ભવિષ્યના લક્ષ્યો વિશે ‘લોજિકલ’ વિચારે છે, તેમના સંબંધો લાંબા અને સુખી રહે છે.
શારીરિક અને માનસિક સુમેળ
એક અભ્યાસ મુજબ, જે પાર્ટનર એકબીજા પ્રત્યે આકર્ષિત હોય છે, તેમના હૃદયના ધબકારા (Heart Rates) અને શ્વાસ લેવાની ગતિ ઘણીવાર એકસમાન (Synchronize) થઈ જાય છે. આ શારીરિક સુમેળ એ વાતનો પુરાવો છે કે તમારું મગજ (Brain) અને શરીર તે વ્યક્તિ સાથે સુરક્ષિત અનુભવે છે.
આ પણ વાંચો: શું તમે ઇનફર્ટિલિટી પાછળના આ છુપાયેલા કારણો જાણો છો? પુરુષ અને મહિલા બંનેમાં હોઈ શકે છે આ સમસ્યા
આ પણ વાંચો:શું તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકો છો? જાણો કમ્યુનિકેશન ગેપ દૂર કરવાની રીતો!
આ પણ વાંચો: શું સેક્સ ખરેખર ડિપ્રેશન દૂર કરી શકે છે? જાણો શું કહે છે વિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર



