Mundra News: ગુજરાતમાં ભવિષ્યમાં 18મી માર્ચ ધમકી દિવસ તરીકે ઉજવાય તો આશ્ચર્ય નહીં થાય. મુંદ્રા પોર્ટને બોમ્બ (Bomb Threat) થી ઉડાવી દેવાની ધમકી મળી છે. મુંદ્રા પોર્ટને ઇ-મેઇલ મારફતે ધમકી આપવામાં આવી છે. મુંદ્રા પોર્ટને મિસાઇલ અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. તેની સાથે ત્યાં લાંગરેલા એલપીજી ટેન્કર જહાજોને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે.
આના પગલે તરત જ મુંદ્રા પોર્ટનું તંત્ર દોડતું થઈ ગયું છે. બનાવના પગલે તરત જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી. તેણે તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ પણ બોલાવી લીધી હતી. હાલમાં આખા પોર્ટની સઘન તપાસ જારી છે. ઉલ્લેખનીય છે કે હોર્મુઝની ખાડીમાંથી એક ટેન્કર જહાજ ત્યાં લાંગર્યુ છે. હોર્મુઝમાંથી આવેલું શિવાલિક જહાજ ત્યાં લાંગર્યુ છે. ધમકી આપનારા મુંદ્રા પોર્ટ પર એલપીજી ટેન્કર નષ્ટ કરવા ધમકી આપી છે.

આ પહેલા ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. ધમકીભર્યો ઈમેલ મળતાં જ પોલીસ ટીમ હરકતમાં આવી ગઈ છે. મોટા-મોટા પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. તેના પગલે તરત જ વિધાનસભા સંકુલ (Assembly Complex) ની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

ખાલિસ્તાનીઓએ આપી બોમ્બ (Bomb Threat)થી ઉડાવી દેવાની ધમકી !
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. શાળા, કોર્ટ અને પોસ્ટ ઓફિસ પછી હવે વિધાનસભા (Gujarat Legislative Assembly) ને પણ બોમ્બ (Bomb Threat)થી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ કારણે ગૃહમાં રાત્રે 9 વાગ્યે યોજાનારી બેઠક મોડી પડી છે. બધા ધારાસભ્યો ગૃહની બહાર આવી ગયા હતા. બધા મંત્રીઓ પણ ગૃહની બહાર આવી ગયા હતા.

યુસીસી બિલ પૂર્વે જ મળેલી ધમકીથી તંત્ર ચોંક્યુ
અહીં યાદ રાખવું જરૂરી છે કે ગુજરાત વિધાનસભામાં આગામી દિવસોમાં યુસીસી (UCC) બિલ રજૂ થવાનું છે તે જ સમયે મળેલી બોમ્બની ધમકીના લીધે પોલીસ આ વાત ગંભીરતાથી લઈ રહી છે. આ બિલ 24 માર્ચની આસપાસ રજૂ થાય તેમ મનાય છે. મોટાભાગે આ બિલને મંજૂરી મળી જશે તેમ માનવામાં આવે છે. સવારે સવા આઠ વાગ્યે મેલથી ધમકી આપવામાં આવી હતી. પોલીસ લગભગ કલાકથી તપાસકરી રહી છે અને અત્યાર સુધી કશું મળ્યું નથી.

કશું શંકાસ્પદ ન મળતા કાર્યવાહી શરૂ
જો કે કશું ન મળવાના લીધે વિધાનસભા ગૃહની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેલ મળતાં જ પોલીસ, બોમ્બ ડોગ સ્ક્વોડ અને અન્ય ટીમો સહિત સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બધા ધારાસભ્યો અને મંત્રીઓને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાદમાં, જ્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, ત્યારે સવારે 9 વાગ્યાને બદલે સવારે 10 વાગ્યે વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી.
વિધાનસભાના સત્તાવાર ઇ-મેઇલ એડ્રેસ પર બપોરે બે વાગે બ્લાસ્ટ કરવાની ધમકી મળી
ગાંધીનગર વિધાનસભામાં ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે બપોરે 2 વાગ્યે વિધાનસભાના સત્તાવાર ઇમેઇલ સરનામાં પર Gmail દ્વારા અંગ્રેજીમાં મોકલવામાં આવેલા ઇમેઇલમાં બોમ્બ ધમકીની જાણ કરવામાં આવી હતી.

આ ઘટનાને ગંભીરતાથી લેતા, પોલીસે તપાસ શરૂ કરી છે અને કેસ દાખલ કરશે. તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું આ ઇમેઇલ અગાઉના કોઈપણ સમાન ઇમેઇલ સાથે જોડાયેલ છે. સુરક્ષા કડક કરવામાં આવી છે, અને સાયબર ટીમ ઇમેઇલના સ્ત્રોતને શોધવા માટે કામ કરી રહી છે. ધમકીભર્યા ઇમેઇલ બાદ, વિધાનસભા ગૃહ સવારે 9 વાગ્યાને બદલે સવારે 10 વાગ્યે કામ શરૂ કરી દીધું. ગાંધીનગર સચિવાલયના મુખ્ય પ્રવેશદ્વાર પર સંપૂર્ણ તપાસ કર્યા પછી જ કર્મચારીઓને અંદર જવા દેવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદની સાત સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
