Ahmedabad News: દિવાળીના તહેવાર દરમિયાન દારૂની માંગને પહોંચી વળવા અમદાવાદમાં લાવવામાં આવી રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો (Diwali Liquor Smuggling) પોલીસના હાથે ઝડપાયો (Ahmedabad Liquor Seized) છે. સોલા હાઈકોર્ટ પોલીસે એસ.જી. હાઈવે પર નીરમા યુનિવર્સિટી સામે વોચ ગોઠવી બોગસ નંબર પ્લેટવાળી કારમાંથી દારૂ અને બિયરની કુલ 1,800 બોટલ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹4.52 લાખથી વધુ છે. પોલીસે ડીસાના કારચાલકની ધરપકડ કરી કાર અને મોબાઈલ સહિત કુલ ₹10.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Ahmedabad Liquor Seized: બોગસ નંબર પ્લેટવાળી કારમાંથી દારૂનો જથ્થો મળ્યો
બાતમીના આધારે સોલા હાઈકોર્ટ પોલીસની ટીમે મોડી રાત્રે વૈષ્ણોદેવી બ્રિજથી આગળ નીરમા યુનિવર્સિટી સામે જાહેર માર્ગ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતી સફેદ કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી.
કારચાલકની ઓળખ ચેતન માળી (ઉં.વ. 44, રહે. ડીસા, બનાસકાંઠા) તરીકે થઈ હતી. કારની તલાશી લેતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની 1,800 બોટલો મળી (Gujarat Liquor Seizure) આવી હતી. આ જથ્થાની કિંમત ₹4,52,736 હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન કાર પર બોગસ નંબર પ્લેટ લગાવેલી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
પોલીસે કાર, દારૂનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹10,57,736નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
શામળાજીથી લાવી ગુલબાઈ ટેકરા પહોંચાડવાનો હતો જથ્થો
પોલીસ પૂછપરછમાં કારચાલકે જણાવ્યું હતું કે રાણીપના જીતુ રાવળ ઉર્ફે જયઅંબેના કહેવાથી તે શામળાજી સરહદ પરથી દારૂનો જથ્થો લાવ્યો હતો. આ જથ્થો અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતી સોનલ નામની મહિલાને પહોંચાડવાનો (Illegal Liquor Transport) હતો.
આ મામલે પોલીસે પકડાયેલા કારચાલક ઉપરાંત દારૂ મંગાવનાર અને જથ્થો મેળવનાર અન્ય બે વ્યક્તિઓ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટની સરાઝા હોટેલમાં બર્થ-ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ, 38 સામે ગુનો
આ પણ વાંચો: જામનગર-રાજકોટ હાઇવે પરના ગોડાઉનમાંથી 19,522 વિદેશી દારૂની બોટલ જપ્ત, એકની ધરપકડ
આ પણ વાંચો: વડોદરા: કોટંબીના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 66,432 બોટલ જપ્ત, રૂ. 1.28 કરોડનો મુદ્દામાલ કબજે
