Mehsana News: મહેસાણા નજીકના એક ગામમાં બે વર્ષ પહેલાં લગ્ન કરનાર દંપતીના જીવનમાં પતિના કથિત પૂર્વ પ્રેમસંબંધને લઈને વિવાદ ઊભો થયો હતો. પત્નીને પતિ (Husband Wife Dispute)ના વર્તનમાં છેલ્લા કેટલાક સમયથી ફેરફાર જણાતો હતો. પતિ વારંવાર ગામના ચોક્કસ રસ્તા પરથી પસાર થતો અને ઘરકામ તેમજ પત્ની સાથે સમય પસાર કરવાને બદલે મોબાઈલ પર લાંબા સમય સુધી ચેટિંગમાં વ્યસ્ત રહેતો હોવાનો આક્ષેપ છે. આ બદલાયેલા વર્તનને કારણે પત્નીને પતિના કોઈ અન્ય મહિલા સાથે સંપર્કમાં હોવાની શંકા ઊભી થઈ હતી. ત્યારબાદ તેણે પતિની હિલચાલ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો અને મોબાઈલ તપાસતા એક મહિલા સાથેના સંપર્કની વિગતો સામે આવી હતી.
ઓફિસના કામનું કહી બે દિવસ બહાર ગયો હોવાનો દાવો
પત્ની દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ, પતિએ શરૂઆતમાં કોઈ અન્ય મહિલા સાથે સંબંધ હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. જોકે, મોબાઈલમાં મળેલા ફોટોગ્રાફ્સ બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો.ફોટોગ્રાફ્સમાં પતિ (Husband Wife Dispute) તેની ગામની જ એક પૂર્વ પ્રેમિકા (Husband Ex Girlfriend) સાથે બે દિવસ બહાર ફરવા ગયો હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પતિ ઓફિસના કામ માટે બહાર ગયો હોવાનું કહીને ગયો હતો, પરંતુ ફોટોગ્રાફ્સ સામે આવ્યા બાદ પત્નીએ તેનો વિરોધ કર્યો હતો.પત્નીના વિરોધ છતાં પતિ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હોવાનું જણાવાતા બંને વચ્ચેનો વિવાદ વધુ વકર્યો હતો.

Husband Wife Dispute: મામલો વણસતાં 181 અભયમની મદદ લેવાઈ
પતિ-પત્ની વચ્ચેનો વિવાદ ઉગ્ર બનતા મહિલાએ અંતે 181 અભયમ (181 Abhayam Helpline) મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળ્યા બાદ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી.ટીમે બંને પક્ષોની વાત સાંભળી હતી અને સમગ્ર પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

કાઉન્સેલિંગ બાદ પતિએ નંબર અને ફોટા ડિલીટ કર્યા
અભયમની ટીમ દ્વારા સમજાવટ કરવામાં આવ્યા બાદ પતિ (Husband Wife Dispute)ને પોતાની ભૂલનો અહેસાસ થયો હોવાનું જણાવાયું છે. ટીમની હાજરીમાં તેણે મોબાઈલમાંથી પૂર્વ પ્રેમિકા (Husband Ex Girlfriend)નો નંબર અને તેની સાથેના ફોટોગ્રાફ્સ ડિલીટ કર્યા હતા.આ ઉપરાંત, ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય અને દંપતીનું લગ્નજીવન સુમેળભર્યું રહે તે માટે પરિવારજનોની હાજરીમાં જરૂરી ખાતરી લેવામાં આવી હતી.
સમયસર હસ્તક્ષેપથી મામલો થાળે પડ્યો
પતિના કથિત પૂર્વ સંબંધને લઈને ઊભો થયેલો વિવાદ દંપતીના લગ્નજીવન માટે મુશ્કેલીનું કારણ બન્યો હતો. જોકે, 181 અભયમની ટીમના કાઉન્સેલિંગ અને સમયસરના હસ્તક્ષેપ બાદ બંને પક્ષો વચ્ચેનો મામલો થાળે પડ્યો હોવાનું જણાવાયું છે.આ ઘટનામાં કોઈ કાનૂની કાર્યવાહી કરતાં પહેલાં કાઉન્સેલિંગ દ્વારા દંપતી વચ્ચે સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લગ્નજીવન જાળવી રાખવા માટે બંને પક્ષોને જરૂરી સમજ આપવામાં આવી હતી.
આ પણ વાંચો:વડોદરામાં પ્રેમસંબંધનો ખૂની અંત: યુવતીની હત્યા પ્રેમીએ જ કરી, કલાકોમાં ભેદ ઉકેલાયો
આ પણ વાંચો:વાવથરાદના યુવકને પ્રેમસંબંધ ભારે પડ્યો, યુવતીના સંબંધીઓએ ગુજાર્યો અમાનુષી અત્યાચાર
આ પણ વાંચો:વડોદરામાં પ્રેમસંબંધમાં ખેલાયો ખૂની ખેલ, પ્રેમિકાએ દુપટ્ટાથી ગળું દબાવી પ્રેમીની કરી હત્યા
