Gujarat News/ LRDનું ફાઈનલ પરિણામ જાહેર: કુલ 11899 ઉમેદવારોની પસંદગી

લોકરક્ષક કેડરની લાંબી ચાલેલી ભરતી પ્રક્રિયાનું સફળતાપૂર્વક સમાપન થયું છે

Gujarat
લોકરક્ષક કેડરની લાંબી ચાલેલી ભરતી પ્રક્રિયાનું સફળતાપૂર્વક સમાપન થયું છે

Gujarat News : આજે 12 ડિસેમ્બર 2025ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક(LRD) કેડર માટે યોજાયેલી સમગ્ર ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં લાખો ઉમેદવારો દ્વારા આતૂરતાથી રાહ જોવામાં આવતા આ પરિણામ સાથે લોકરક્ષક કેડરની લાંબી ચાલેલી ભરતી પ્રક્રિયાનું સફળતાપૂર્વક સમાપન થયું છે. કુલ 11899 ઉમેદવારોની ફાઈનલ પસંદગી થઈ છે. જેમાં 8782 પુરુષ અને 3117 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.

UPC માટે પુરુષોમાં જનરલ કટ-ઓફ 132.25

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (UPC) માટેના કટ-ઓફ માર્ક્સ અન્ય તમામ પોસ્ટ્સ કરતાં સૌથી ઊંચા છે. UPC માટે પુરુષોમાં જનરલ કટ-ઓફ 132.25 છે, જે જેલ સિપાહીના જનરલ કટ-ઓફ 121.75 કરતા ઘણો વધારે છે. મહિલાઓ માટે, APCમાં ST કેટેગરીનો કટ-ઓફ સૌથી ઓછો 75.00 રહ્યો છે, જ્યારે UPCમાં ST મહિલાઓનો કટ-ઓફ 80.00 છે. એક્સ-સર્વિસમેન કેટેગરીના કટ-ઓફ અન્ય કેટેગરીની સરખામણીમાં નીચા જોવા મળે છે. SRPF માટે માત્ર પુરુષોના કટઓફમાં જનરલ માટે 120.50 અને સૌથી ઓછો ST માટે 80.50 છે.

ભરતી બોર્ડે જણાવ્યું છે કે, આ સમગ્ર પ્રક્રિયા લેખિત પરીક્ષા, શારીરિક કસોટી અને દસ્તાવેજ ચકાસણી સંપૂર્ણ પારદર્શકતા અને નિષ્પક્ષતા સાથે પૂર્ણ કરવામાં આવી હતી. ઉમેદવારોની સુરક્ષા અને ભરતીની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે તમામ તબક્કાઓમાં ટેક્નોલોજી આધારિત માપદંડો અપનાવવામાં આવ્યા હતાં. બાયોમેટ્રિક વેરિફિકેશન, CCTV મોનીટરીંગ અને મશીન આધારિત OMR ચકાસણી દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને નિષ્ઠાપૂર્વક અંજામ અપાયો હતો.

LRD ભરતી પ્રક્રિયાના સત્તાવાર રીતે પૂર્ણ થઈ

LRD કેડરનું આખરી પરિણામ તથા ભરતી સંબંધિત તમામ દસ્તાવેજો આજે જ મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય તેમજ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્યને સુપ્રત કરવામાં આવ્યા છે. આ સાથે ભરતી પ્રક્રિયાના સત્તાવાર સમાપનની પૂર્ણાહુતિ પણ થઈ છે.
વિગતો ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકાશે

ભરતી બોર્ડે સૂચના આપી છે કે, ઉમેદવારો પોતાના મેરિટ ક્રમાંક, પસંદગીની સ્થિતિ, કેટેગરીવાઈઝ કટ-ઓફ માર્ક્સ તેમજ તમામ વિગતો ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકે છે. પરિણામ જોવા માટે ઉમેદવારોએ Final Result – Lokrakshak Cadre (GPRB/202324/1) વિભાગમાં જઈ પોતાની વિગતો દાખલ કરી રહેશે.

લોકરક્ષક કેડરની ભરતીમાં પસંદગી મેળવનાર ઉમેદવારોને આગળની નિયુક્તિ પ્રક્રિયા અંગેની માહિતી આગામી દિવસોમાં અધિકૃત રીતે જાહેર કરવામાં આવશે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: LRD પરીક્ષાને લઈ હસમુખ પટેલે જણાવ્યું અંતિમ પરિણામ ક્યારે આવશે

આ પણ વાંચો: LRD પરીક્ષા / મહિલાઓ અનામતના લાભ થી વંચિત, સરકાર માંગ  નહિ સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી

આ પણ વાંચો: LRD પરીક્ષાના ઉમેદવારોની બસ સ્ટેશનો પર લાંબીકતારો