Ahmedabad News : અમદાવાદના નરોડા નાના ચિલોડામાંથી નકલી હોસ્પિટલ ઝડપાતા ચકચાર મચી છે. આ બોગસ હોસ્પિટલ શિખર એવન્યુ કોમ્પલેક્ષમાં ધમધમતી હતી. જેને લઈને પોલીસે હોસ્પિટલ માલિક ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ થ્રી સ્ટાર હોસ્પિટલના માલિક સામે નરોડા પો.સ્ટે.માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સંજય નામનો શખ્સ દુકાન ભાડે રાખીને ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય આ બોગસ હોસ્પિટલ અ.મ્યુ.કો.ના સહિસિક્કાવાળું ખોટું ફોર્મ-સી બનાવી ધમધમતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ નકલી હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન વગર ICU અને ટ્રોમા સેન્ટર ઉભા કરાયા હતા. તેમજ હોસ્પિટલમાં સક્ષમ ડિગ્રી વગર તબીબો દર્દીઓની સારવાર કરતા હતા. ઉપરાંત રજીસ્ટ્રેશન વગરની હોસ્પિટલના નામથી ખોટા સિક્કા બનાવ્યા હતા.
ગુજરાત મેડિકલ કાઉન્સીલીંગ તરફથી ઇસ્યુ થયેલ નંબરોનો પણ દુુૂઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આમ દર્દીઓ પાસેથી ગેરકાયદેસર સારવારના નાણા પડાવવામાં આવતા હતા. આ શખ્સોએ સારવાર સમરી ફાઇલ તૈયાર કરી ક્લેઇમના પેપર્સ તૈયાર કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
દર્દી મારફતે પોલીસીના રૂ. 2 લાખથી વધુના ક્લેઇમ પેપર્સ પણ તૈયાર કર્યા હોવાનું ખુલ્યું છે. બાદમાં મેડિક્લેઇમ માટે ખોટા દસ્તાવેજો બનાવી મંજૂર કરવા ફાઈલ રજૂ કરી હોવાનું સામે આવ્યું છે. આમ ખોટા દસ્તાવેજ બનાવી વિમા કંપની અને પોલીસીધારકો સાથે છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં