Not Set/ LRD પરીક્ષા / મહિલાઓ અનામતના લાભ થી વંચિત, સરકાર માંગ  નહિ સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી

લોકરક્ષક દળ ની પરીક્ષાનો પેપર લીક થવાને કારણે સરકારે પરીક્ષા રદ્દ કરી હતી અને ફરીથી પરીક્ષા લેવાઈ હતી અને આખરે તેનું પરિણામ પણ જાહેર કરી દેવાયુ હતું. પરંતુ આ પરિણામમાં કેટલીક મહિલાઓ અનામતના લાભ થી વંચિત રહી ગઈ હોય તેવી વાત બહાર આવી છે. ગાંધીનગર માં છેલ્લા 10 દિવસથી એસ.સી.એસ.એસટી.અને ઓ.બી.સી ની મહિલાઓ પોતાના હક […]

Uncategorized

લોકરક્ષક દળ ની પરીક્ષાનો પેપર લીક થવાને કારણે સરકારે પરીક્ષા રદ્દ કરી હતી અને ફરીથી પરીક્ષા લેવાઈ હતી અને આખરે તેનું પરિણામ પણ જાહેર કરી દેવાયુ હતું. પરંતુ આ પરિણામમાં કેટલીક મહિલાઓ અનામતના લાભ થી વંચિત રહી ગઈ હોય તેવી વાત બહાર આવી છે.

ગાંધીનગર માં છેલ્લા 10 દિવસથી એસ.સી.એસ.એસટી.અને ઓ.બી.સી ની મહિલાઓ પોતાના હક માટે સરકારને આવેદન પાત્ર આપી વિનંતી કરી રહી છે કે જનલર કોટામાં હજુ જગ્યા છે તો એ જગ્યામાં અમારા જેવી મહિલાઓનો સમાવેશ કરવામાં આવે. પરંતુ આ મુદ્દે સરકાર આંખ આડા કાન કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.

લોક રક્ષક દળની પરીક્ષા મામલે એક વખત ફરી LRD ના પરિક્ષાર્થીઓ સરકાર સામે આવ્યા છે. ત્યારે હવે એસ.સી, એસ.ટી.,OBC, ના ઉમેદવારોને LRD પરીક્ષામાં સારા માર્ક્સ હોવા છતાં સરકાર તરફથી જવાબ મળતો નથી.

 જે અનુસંધાને હવે પરિક્ષાર્થીની માંગ છે કે જનરલમાં કોટા માં હજુ જગ્યા છે એટલે એ કોટામાં આ મહિલાઓને સમાવેશ કરવામાં આવે. ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસથી મહિલાઓ સત્યાગ્રહ છાવણી ખાતે પોતાને અનામતનો લાભ  આપવાની માંગણી કરી રહીછે.  મહિલાઓ કહે છે કે અમને અનામત આપવામાં આવે અને અમારા સારા માર્ક્સ પણ છે છતાં અમને સરકાર નજરઅંદાજ કરી રહી છે. એટલે હવે અમારી માંગ છે. અને જો સરકાર અમારી માંગ  નહિ સ્વીકારે તો આગળના સમયમાં ઉગ્ર આંદોલન કરીશું. મંતવ્ય ન્યુઝ સાથે વાત કરતા પરિક્ષાર્થીઓએ વાત કરતા સમયે સ્પષ્ટતા કરી છે કે અમે નાના બાળકો સાથે આવ્યા છીએ અમારા ઘરથી દૂર છીએ છતાં સરકાર ના પેટ નું પાણી હલતું નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.