વૈશ્વિક ટેબ્લેટ બજારમાં 28.8 ટકા બજાર ભાગીદારી સાથે એપલ સૌથી આગળ છે, જો કે વર્ષ 2018ની પ્રથમ ક્વાર્ટરમાં કુલ 3.17 કરોડ ટેબ્લેટનું વેચાણ કર્યું છે. જે છેલ્લા વર્ષ સરખામણીમાં 11.7 ટકા ઓછી છે.
ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના જણાવ્યા પ્રમાણે રિવ્યુ પિરિયડમાં એપલએ કુલ 91 લાખ iPadનું વેચાણ કર્યું જેમાં 18 લાખ iPad pro ટેબ્લેટ હતા.
જો સેમસંગની વાત કરવામાં આવે તો એપલ બાદ સેમસંગ બીજા નંબરે છે. સેમસંગ બજારમાં 16.7 ભાગીદારીએ બીજો નંબર ધરાવે છે. જો કે આ કંપનીએ 2017 પ્રથમ ક્વાર્ટરમાં 11.4 ટકા ઘટાડો નોંધાયેલો છે
સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં માઈક્રોસોફ્ટ Surface અને iPad Proનું વેચાણમાં વર્ષ-દર-વર્ષ આધાર પર 2.9 ટકા વધારે વેચાણ કર્યું અને નવા ટેબ્લેટની ભાગીદારીમાં 15.3 ટકા રહ્યું.
IDC વર્લ્ડવાઇડ ક્વૉર્ટલી ટેબ્લેટ ટ્રેકર ના કહ્યા પ્રમાણે આ દરમિયાન ટ્રેડેશિયલ સ્લેટ ટેબ્લેટનું વેચાણ ઘટી રહ્યું છે અને કુલ 2.68 કરોડ ટેબ્લેટ્સનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક સરખામણીમાં 13.9 ટકા ઓછું છે.
IDCના સનિયર રિસર્ચ ઍનલિસ્ટ જીતેશ અબરાણીએ કહ્યું હતું કે, ‘ડિટેચેબલ માર્કેટ Chromeની પ્રવેશ એ એક અયોગ્ય પરિવર્તન છે, કારણ કે Google એ એક મજબૂત દાવેદાર છે. ‘
