ગુજરાત/ LRD પરીક્ષાને લઈ હસમુખ પટેલે જણાવ્યું અંતિમ પરિણામ ક્યારે આવશે

હસમુખ પટેલે જણાવ્યું હતું કે, લોકરક્ષક ભરતી દળ પરીક્ષામાં ગેરરીતિ કરનાર 14 ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા છે. તેમની યાદી વેબસાઈટ પર મૂકી છે. તેમને આગામી પરીક્ષાઓમાંથી ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી છે.

Gujarat Others
LRD

મંગળવારે લોકરક્ષક ભરતી દળ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જે બાદ હવે વેરિફિકેશનને લઈને ઉમેદવારોના મનમાં કેટલીક મૂઝવણ છે જેને લઈને LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ (Hasmukh Patel) દ્વારા કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે લોક રક્ષક ભરતી પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કર્યું છે. જે તે કેટેગરીના જગ્યા કરતા બમણા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે.

આ સાથે તેમણે ક્યાં સુધીમાં અંતિમ પરિણામ જાહેર કરાશે તે અંગેની સંભવિત તારીખ પણ આપી દીધી છે. આ તારીખ પ્રમાણે હવે ઉમેદવારોએ વધુ રાહ જોવી પડશે નહીં. તેમણે ગેરરીતિ કરતા પકડાયેલા ઉમેદવારો પર કેવા પગલા ભરાયા તે અંગે પણ વિગતે જણાવ્યું છે.

હસમુખ પટેલે જણાવ્યું હતું કે, લોકરક્ષક ભરતી દળ પરીક્ષામાં ગેરરીતિ કરનાર 14 ઉમેદવારોને ગેરલાયક ઠેરવ્યા છે. તેમની યાદી વેબસાઈટ પર મૂકી છે. તેમને આગામી પરીક્ષાઓમાંથી ગેરલાયક ઠેરવવા રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી છે. 20 ઓગસ્ટ આસપાસ અમે અંતિમ યાદી જાહેર કરી શકીશું. પણ તે PSIના પરિણામ બાદ સ્પષ્ટ થશે. આ વખતે બોર્ડે નિર્ણય કર્યો છે કે જે લોકો કોઈપણ રીતે ગુનામાં સંડોવાયેલા છે તેમને પૂરતી તક આપીને ગેરલાયક ઠેરવીએ છીએ. ગઇકાલે વેબસાઈટ પર એ વિગતો મૂકી છે.

લેખિત પરીક્ષા વખતે જે ઉમેદાવરો ગેરરીતિમાં સામેલ હતા એમની સુનાવણીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. જે ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ઉમેદવારોને રાજ્ય સરકારની ભરતીમાં ત્રણ વર્ષ ગેરલાયક ઠેરવવા અંગેની દરખાસ્ત સરકારને કરવાનો બોર્ડે નિર્ણય કર્યો છે. આ 14 ઉમેદવારો કે જેઓ ગેરરીતિ કરતા ઝડપાયા છે તેમની યાદી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. આ સિવાય જે ઉમેદવારો ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે પકડાયા હતા તેમનું લેખિત પરીક્ષાનું પરિણામ જ જાહેર કરવામાં આવ્યું નથી, માટે તેઓ ભરતી પ્રક્રિયામાંથી જેતે સમયે જ નીકળી ગયા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, PSI માટે પણ ઘણા ઉમેદવારોએ પણ તૈયારી કરી રહ્યા છે. જેથી LRD ના ઘણા ઉમેદવારો PSIની પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે તે લોકોને PSI ની પરિણામ આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ઉમેદવારો કઈ શાખામાં જવા માંગે છે તેનો પસંદગી ક્રમના આધારે નક્કી કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી સમયે પસંદગી ક્રમ પૂછવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, જે ઉમેદવારો ગુનામાં સંડોવાયેલા હતા તેમની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આગામી ત્રણ વર્ષ માટે રાજ્ય સરકારની પરીક્ષામાં ગેરલાયક ઠેરવવા તેની રજુઆત કરવામાં આવી છે.  ભરતીમાં જોડાયેલા ઉમેદવારોનું અંતિમ પરિણામ ક્યારે જાહેર થશે તે અંગે હસમુખ પટેલે જણાવ્યું કે, અમારું આખરી પરીણામ જાહેર કરવાનું હાલનું આયોજન 20 ઓગસ્ટનું છે, પરંતુ તેનો આધાર PSIનું પરિણામ ક્યારે આવે છે તેના પર રહેશે.

આ પણ વાંચો:ખેતી બેંકના તમામ સભાસદો, ખેડૂતો, ખાતેદારો અને સહકારી આગેવાનોને શુભકામનાઓ અને અભિનંદન પાઠવતા અમિત શાહ

આ પણ વાંચો:એસ.વી.પી. હોસ્પિટલમાં હેલીપેડ છે આંટા મારવા માટે : એરએમ્બ્યુલન્સ સુવિધા મળશે ખરી?

આ પણ વાંચો:ઉધના પોલીસે NDPSનાં ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીની નાશીકથી કરી ધરપકડ