Ahmedabad News : અમદાવાદ શહેરમાં તાજેતરમાં કેટલાક જાહેર સ્થલો પર સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેશ અંગ લોકજાગૃતિ સંદર્ભે કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.સતર્કતા ગ્રપુ દ્વારા અવારનવાર લોકજાગૃતિના કાર્યક્રમો રાખવામાં આવે છે. પરંતુ તાજેતરમાં સતર્કતા ગ્રુપ દ્વારા કેટલાક વિવાદીત પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
આ પોસ્ટરો શહેર ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આવતા તાત્કાલિક આ વિવાદીત પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા હતા. ઉપરાંત આ ગ્રુપને વિવાદીત પોસ્ટરો નહી લગાડવા સુચના આપી હતી.આ પ્રકારના ટ્રાફિક અવેરનેસ સિવાયના વિવાદીત લખાણવાળાપોસ્ટરો બનાવવા કે લગાવવા બાબતે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસવને સતર્કતા ગ્રુપ દ્વારા કોઈ જાણ કરવામાં ન આવી હોવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો:સરકાર ₹2,000 થી વધુના UPI વ્યવહારો પર GST વસૂલવાનું વિચારી રહી નથી
