Gandhinagar News: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો મેળવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ માટે ઈલેકટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનના મહત્વના ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશના વિકાસ માટે ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદન અત્યંત મહત્વના છે અને વડાપ્રધાન (PM Modi)ના દિશાદર્શનમાં આ ક્ષેત્રો ખુબ ઝડપી અને સારી પ્રગતિ કરી રહ્યા છે.
[fvplayer id=”222″]
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિ
મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાયન્સ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા (CM Patel, Harsh Sanghvi, Arjun Modhvadiya)ની ઉપસ્થિતિમાં ગાંધીનગર (Gandhinagar)માં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
![]()
![]()
![]()
તેમણે ધોલેરા અને સાણંદ (Dholera & Sanand)માં નિર્માણાધીન ટાટા, માઈક્રોન અને સીજી સેમિકોન (Tata, Micron, CG Micron) જેવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે જરૂરી વીજળી, પાણી, લોજિસ્ટિક્સ અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા રેલ, રોડ એન્ડ એર કનેક્ટિવિટીના રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા કામોની તલસ્પર્શી વિગતો આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા મેળવી હતી.
![]()
અશ્વિની વૈષ્ણવે જણાવેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ
* ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે
* દેશ અને ગુજરાતના સેમિકન્ડક્ટર સેક્ટર પર દુનિયાના લગભગ બધા દેશોની નજર છે અને ધોલેરાનો વિશેષ ઉલ્લેખ સેમિકોન ઈન્ડસ્ટ્રી સંદર્ભે થાય છે
મુખ્યમંત્રીએ જણાવેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ
* વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે
* સેમિકન્ડકટર સેક્ટરના વિકાસ પર ફોકસ કરવા ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ અને નિયમિત ફોલોઅપ તથા ચોકસાઈ સાથે કાર્યો પૂરા કરવાના દિશાનિર્દેશો
![]()
વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, ભારતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ (Semiconductor Projects in India) શરૂ કરવા અગાઉ અનેક પ્રયત્ન થયા હતા પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન દાયિત્વ સંભાળતા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ભારતમાં કાર્યરત થવા જઈ રહ્યા છે. લોકોને વિશ્વાસ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત સેમિકોન હબ તરીકે લીડ લે તેવું જે વાતાવરણ વડાપ્રધાનના દિશાદર્શનમાં ઉભુ થયું છે તેને જાળવી રાખીને સેમિકન્ડકટર સેક્ટરના વિકાસ માટે ફોકસ કરવા ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ કરવા સંબંધિત વિભાગો સંકલન કેળવીને આગળ વધે તે જરૂરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ નિયમિત ફોલોઅપ બેઠક યોજવા અને સમયસર ચોકસાઈ સાથે બધા કાર્યો પૂરા કરવાની તાકીદ કરી હતી.
![]()
ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, દેશ અને ગુજરાત (Gujarat)ના સેમિકન્ડક્ટર સેક્ટર પર દુનિયાના લગભગ બધા દેશોની નજર છે અને ધોલેરાનો વિશેષ ઉલ્લેખ સેમિકોન ઈન્ડસ્ટ્રી (Semi-Con Industry) સંદર્ભે થાય છે.
આવા સંજોગોમાં ભારતમાં પહેલી સેમિકન્ડક્ટર ચીપ ફુલ્લી ફંકશનલ કરવા માટેના નિર્ધારિત સમય દરમિયાન જ તે કાર્યરત થાય તેની મોટી જવાબદારી કેન્દ્ર-રાજ્ય સરકારે નિભાવવાની છે.
મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બેઠકમાં 10 જેટલા ક્રિટિકલ પ્રોજેક્ટ્સની વિગતો મેળવીને તેને સ્પર્શતી બાબતો માટે રેગ્યુલર ફોલોઅપ મીટીંગ થાય તેવા દિશા-નિર્દેશો આપ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સેમિકન્ડક્ટર ઉદ્યોગોને જરૂરી મદદ માટે 24X7 ઉપલબ્ધ છે.
આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, કેન્દ્ર-રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો તથા ટાટા, સેમિકોન, સીજી અને માઇક્રોનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
