Kutch News/ કચ્છ ભુજના માનકુવા તાલુકામાં ખુલ્લા ખેતરમાંથી 1 કરોડના દારૂ સાથે 1.70 કરોડનો મુદ્દામાલ કબજે

SMCએ માગિતીને આધારે દરોડો પાડી 16 આરોપીઓને ઝડપી લીધા

Gujarat

Kutch News : કચ્છ ભુજના માનકુવા તાલુકાના કેરા સ્થિત જડેશ્વર મંદિર પાસેના ખુલ્લા ખેતરમાં દારૂનું કટીગ ચાલી રહ્યું હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે દારૂના કટિંગ વખતેજ રૂ.1,28,03,808 ની કિંમતની 19,548 દારૂની બોટલો કબજે કરી હતી.

પોલીસે દારૂ સાથે ત્રણ વાહનો અને પાંચ મોબાઈલ મળીને કુલ રૂ. 1,70,28,808 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે 16 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ દારૂનો આ જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તેની પોલીસ તપાસ કરી રહી છે. આ કેસની વધુ તપાસ માનકુવા પોલીસ સ્ટેશન ચલાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પોરબંદરને આગામી દિવસમાં મળશે વધુ સારી હવાઈ સુવિધા

આ પણ વાંચો:પોરબંદરમાં શિક્ષકે 13 વર્ષીય વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:પોરબંદરમાં હિરલબા જાડેજા સહિત 6 લોકો સામે છેતરપિંડીનો આરોપ