Gujarat News : આગામી દિવસમાં પોરબંદરને વધુ સારી હવાઈ સુવિધા મળશે. પોરબંદર રન વેની લંબાઈ વધારવા માટેની જમીનની માપણી કરવા સરકારે આદેશ આપ્યા હોવાની માહિતી ગૃહમાં અપાઇ છે. પોરબંદર એરપોર્ટના રનવે લંબાઈ 1300 મીટરથી વધારી 2600 મીટર કરવાના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માસ્ટર પ્લાન મુજબ માપણી કરવા સ્થાનિક તંત્રને દરખાસ્ત મોકલાઇ છે. જમીનની જરૂરી માપણી કાર્યવાહી પૂર્ણ થયા બાદ જમીન મેળવવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
ટૂંક સમયમાં અંકલેશ્વરમાં હવાઈ સેવા શરૂ થશે. અંકલેશ્વર ખાતે હવાઈ પટ્ટી વિકસાવવા અને સેવાઓ મામલે ગૃહમાં પ્રશ્ન પુછાયો હતો. જેમાં સરકાર તરફથી માહિતી આપવામાં આવી છે કે ફેઝ- 1ની કામગીરી માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
31.12.2024 ની સ્થિતિ એ ફેઝ -1 હેઠળ રેન વે બાંધકામ, એપ્રન , જમીન સમતળ ની કામગીરી, ટેક્સી વે સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાત હાઉસિંગ બોર્ડ 5 બિલ્ડરોને 200 કરોડ રૂપિયાની લહાણી : TDR મંજૂર કરતા ઊઠ્યા સવાલ
આ પણ વાંચો:ગુજરાત હાઉસિંગ બોર્ડ 100 ટકા પેનલ્ટી માફીની સમયમર્યાદા 7 જાન્યુઆરી, 2023 સુધી લંબાવી
આ પણ વાંચો:હાઉસિંગ બોર્ડમાં રહેતા લોકોને મળશે આગામી સમયમાં સારા સમાચાર
