Rajkot News: રાજકોટ (Rajkot)માં વધુ એક હિટ એન્ડ રન (Hit and Run)ની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રક ચાલકે બે ટુ-વ્હીલરને ટક્કર મારતા 2 મહિલાઓનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે 2 પુરૂષો ઘાયલ થયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, પોલીસે નાસી છુટેલા ટ્રક ચાલકની ઘરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ પોલીસે ગુનો નહીં નોંધ્યાનો પરિવારે આક્ષેપ કરી મૃતદેહને સ્વીકારવાની મનાઈ કરી છે

રાજકોટ (Rajkot)માં જનોઈ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વખતે ગોંડલ રોડ પર જ્યોતિબેન અને જ્હાનવીબેન બાવનીયાને કાળ ભરખી ગયો હતો. જ્યારે અકસ્માતમાં પિતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સર્જાતા લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. લોકોએ પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પિતા-પુત્ર હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. મૃતકોનાં પરિવારનું કહેવું છે કે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો નથી. જ્યાં સુધી પોલીસ ગુનો નહીં નોંધે ત્યાંં સુધી મૃતદેહોને સ્વીકારીશું નહીં. જો કોઈ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ઓફિસ બહાર ઉપવાસ પર ઉતરીશું.

આ પણ વાંચો:કપડવંજ-કઠલાલ રોડ પર ST બસ અને CNG રીક્ષા વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત
આ પણ વાંચો:અમરેલીમાં વલભીપુર-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા 3નાં કમકમાટીભર્યા મોત
આ પણ વાંચો:વડોદરામાં બોલેરો કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં પોલીસકર્મી સહિત 3નાં મોત
