Rajkot News: રાજકોટ (Rajkot)નાં ગોંડલ (Gondal)માં રીબડાના અમિત દામજીભાઈ ખૂંટ નામના યુવકે દુષ્કર્મના આરોપ (Allegation of Rape)થી આઘાતમાં સપડાતાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સગીરા પર બળાત્કારનો આરોપ લાગતાં પોલીસ તપાસ પહેલા જ મૃતકે પોતાની વાડીએ ગળાફાંસો ખાઇને કરી આત્મહત્યા (Suicide) કરી છે. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક અમિત ખૂંટ લોધિકા રોડ પર આવેલ પોતાની વાડીએ નાલામાં લીમડાના ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો. પોલીસને લીમડાના ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી જોવા મળી છે, જે ચેક કરતા તેમાંથી એક સાલ, વેફર, બિસ્કીટ અને ફાકી મળી આવેલા હતા. FSL ટીમના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતકના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ઝાડના થડ પાસે મૃતકના ચપ્પલ જોવા મળ્યા છે. ગોંડલ તાલુકા ઇન્ચાર્જ PI એ.સી.ડામોર, LCB સહિત પોલિસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસને મૃતક પાસેથી કાગળ મળી આવ્યો છે, જેમાં લખ્યું છે કે “આ મારા ઘરના નંબર છે આને કોઈ હેરાન ન કરતા 89803 65631, ઉમેશકાકા 99135 33235, મિતેશભાઈ 97129 90190 લખેલું મળી આવેલ હતું.

રાજકોટ (Rajkot)માં સાવરકુંડલા (Savarkundla)ની 17 વર્ષીય સગીરા (Minor Girl) સાથે રીબડાના અમિત દામજીભાઈ ખુંટ નામના યુવકે સગીરાને મિત્રતા કેળવી અવારનવાર મળતા હતા. મોડેલિંગ કરતી સગીરાને કેફી પીણું પીવડાવી અવાવરૂં જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ (Rape) આચર્યુ હતું. યુવકે ગોંડલ ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. ભાનમાં આવ્યા બાદ ભોગ બનનારે બહેનને બોલાવી હતી. પોલીસ દ્વારા સગીરાની મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી સાંજે આરોપી અમિત ખૂંટ સગીરાને યાજ્ઞિક રોડ પર આવેલી જ્યુસની દુકાનમાં લઈ ગયો હતો. જ્યાં બંનેએ સાથે જ્યુસ પીધો હતો. આ પછી સગીરા બેભાન થઈને પડી ગઈ. જ્યારે તેણીને ભાન આવ્યું ત્યારે તે ગોંડલ રોડ ચાર રસ્તા પર કોઈ અજાણી જગ્યાએ હતી. ભાનમાં આવ્યા બાદ સગીરાએ તેની મોટી બહેનને ફોન કરીને બધી વાત કહી. સગીરા (Minor girl)એ બાદમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને જણાવી ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો:રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષની સગીરા સાથે યુવકે દુષ્કર્મ આચર્યાનો આરોપ
આ પણ વાંચો:ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા
આ પણ વાંચો:નવસારીમાં ભાજપના કાર્યકરે આદિવાસી યુવતીને ફોસલાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, એટ્રોસિટીની પણ ફરિયાદ
