Surat News : સુરતમાં બનેલા એક કરૂણ બનાવમાં બાઈકસવાર ખુલ્લી ગટરમાં પડતા તેનું મોત નીપજ્યુ હતું. આ બનાવના CCTV પણ સામે આવ્યા છે. આ બનાવની વિગત મુજબ સુરત શહેરનાં છેવાડે આવેલા હજીરામાં ONGC કંપની પાસે ખુલ્લી ગટરમાં ખાબકતાં બાઈકચાલક મોતને ભેટ્યો હતો. બીજીતરફ પરિવારજનો દ્વારા ખુલ્લી ગટર માટે જવાબદાર અધિકારીઓ અને ગટરમાં કેમિકલ નાખનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
કવાસ ખાતે રહેતો અને ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપનીમાં નોકરી કરતો યુવક 29 મે 2025ની રાત્રે ખુલ્લી ગટરમાં બાઈક સાથે ખાબક્યો હતો. બીજી તરફ મોડી રાત સુધી યુવક ઘરે પરત ન ફરતાં પરિવારજનો દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે, 30 મેની સવારે સ્થાનિકોએ ખુલ્લી ગટરમાં બાઈક સાથે યુવકનાં મૃતદેહને જોતાં તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર વિભાગનાં લાશ્કરોએ તાત્કાલિક યુવાનના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢીને સિવિલ હોસ્પિટલમાં પી.એમ. માટે રવાના કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, કવાસમાં ધર્મનંદન સોસાયટી ખાતે રહેતા અને સ્વીગી કંપનીમાં ડિલીવરી બોય તરીકે નોકરી પતાવીને સુભાષચંદ્ર પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન હજીરા ખાતે ઓએનજીસી કંપની પાસે આવેલા સર્વિસ રોડ પર ખુલ્લી ગટરમાં સુભાષચંદ્ર બાઈક સાથે ખાબક્યો હતો. ખુલ્લી ગટરમાં બાઈક સાથે પટકાતાં સુભાષચંદ્રને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી તરફ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં સુભાષચંદ્રનાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધવામાં આવી હતી. ભારે શોધખોળ બાદ પણ સુભાષચંદ્રની કોઈ ભાળ મળી ન હતી.
30 મે, 2025ના રોજ સવારે ગટરમાં બાઈક સાથે યુવકને જોતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ અને કાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પસી ગયો હતો. અને ફાયર વિભાગનાં લાશ્કરોએ તાત્કાલિક યુવકના મૃતદેહને બહાર કાઢયો હતો. બાદમાં યુવકના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટ માર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા પણ પીએમ રિપોર્ટનાં આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.આ ઘટનાના CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેવી રીતે એક ખુલ્લી ગટર જીવલેણ સાબિત થઈ.
આ ગટરને ઢાંકવામાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીને કારણે એક યુવકે અકાળે જીવ ગુમાવ્યો છે. આ ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તંત્ર સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.મૃતક યુવકના ભાઈ ઇન્દ્રાજસિંગે જણાવ્યું હતું કે, જો ગટર બંધ હોત તો આજે મારો ભાઈ જીવતો હોત. આ સાથે જ ગટરમાં કેમિકલ પણ નાખવામાં આવતું હોય તે પ્રકારની દુર્ગંધ આવતી હતી. ગટર પણ ખુલ્લી હોવાના કારણે આ પહેલાં પણ બે ત્રણ આવી ઘટનાઓ બની ચૂકી છે.
પાલીકા દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ ખુલ્લી ગટર માટે જે પણ જવાબદાર અધિકારીઓ હોય તેની સામે કાર્યવાહી કરવાની અમારી માંગ છે. આ સાથે જ આ ગટરમાં જે કેમિકલ નાખી રહ્યા છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ.ઉલ્લેખનીય છે કે, ઇચ્છાપોર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ખુલ્લી ગટરો અને રસ્તાઓની જાળવણીના અભાવનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે. નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: ખોરાકમાંથી અખાદ્ય પદાર્થો: રેસ્ટોરાં હવે માત્ર દંડ ભરીને જ બચી શકશે નહીં
આ પણ વાંચો: ફુડશાખા દ્વારા ખાદ્યચીજના કુલ ૮ નમુના લેવાયા,આઇસ્ક્રીમના ૨ નમુના નાપાસ
આ પણ વાંચો: ફુડ શાખા દ્વારા આઇસ્ક્રીમના કુલ ૬ નમૂના ફેઈલ જાહેર : એજ્યુડીકેશન કેસ દાખલ
