Kadi News/ વિસાવદર અને કડીની વિધાનસભા પેટાચૂંટણીમાં 40 સ્ટાર પ્રચારકો મેદાનમાં, મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ સહિતના દિગ્ગજો સામેલ

19 જૂને યોજાનારી કડી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જોટાણાના રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે

Gujarat

Kadi News : વિસાવદર અને કડીની વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે 40 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. ભાજપે આ પેટાચૂંટણીમાં ભારે જોર લગાવ્યું છે. કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે મોટું જોર લગાવ્યું છે. બંને વિધાનસભા ચૂંટણી માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની મુખ્ય સ્ટાર પ્રચારક છે.

આગામી 19 જૂને યોજાનારી કડી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જોટાણાના રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે.ચૂંટણી જીત માટે ભાજપના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત સાંસદો કડીમાં સક્રિય થયા છે. નેતાઓ વિવિધ સ્થળોએ બેઠકો યોજી રહ્યા છે. પાર્ટી પ્રચાર-પ્રસારની રણનીતિ ઘડી રહી છે.

સ્ટાર પ્રચારકોમાં મુખ્ય 5માંના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સામેલ છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પ્રચાર કરશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને સંગઠન મહામંત્રી રજની પટેલ સહિતના નેતાઓ પણ પ્રચાર અભિયાનમાં જોડાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભરૂચમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર ઉછાલીનો બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો છે બ્રિજ એંગલ અને

આ પણ વાંચો: ચૂંટણી પહેલાં સનસનીખેજ સમાચાર, ફૈઝલ પટેલ ઉતર્યા કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં, કોંગ્રેસ દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં પુત્ર, કોંગી ઉમેદવાર માટે કર્યો પ્રચાર, મંતવ્ય ન્યૂઝ પર ફૈઝલ પટેલે આપી

આ પણ વાંચો: જાણો શું કહ્યું ભરૂચનાં જીલ્લા કલેક્ટરે મંતવ્ય ન્યૂઝ સાથેની Exclusive મુલાકાતમાં…