Kheda News/ ખેડાના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો કરી હત્યા

Kheda Tundel Murder: ખેડાના વસો તાલુકાના ટુંડેલ ગામમાં જૂની અદાવતને લઈને 36 વર્ષીય મહેશ ગોહિલ પર હુમલો થયો હતો. ગંભીર ઈજાઓ બાદ તેનું મોત થયું, પોલીસે શંકાસ્પદોને રાઉન્ડ અપ કર્યા.

Gujarat Top Stories
Kheda Tundel Murder: જૂની અદાવત બની જીવલેણ! હુમલામાં 36 વર્ષીય યુવકનું મોત

Kheda News: ખેડા જિલ્લાના વસો તાલુકાના ટુંડેલ ગામમાં જૂની અદાવતને લઈને થયેલા હુમલામાં 36 વર્ષીય યુવકનું મોત થતાં સમગ્ર (Kheda Tundel Murder) વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગામના કુવાવાળા એક જ ફળિયામાં રહેતા મહેશ મફત ગોહિલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મહેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

જૂની અદાવતને લઈને વિવાદ

પ્રાથમિક માહિતી મુજબ મહેશ ગોહિલ અને કેટલાક ઈસમો વચ્ચે અગાઉથી જૂની અદાવત ચાલી રહી હતી. આ જ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી (Old Enmity) થઈ હતી. બાદમાં મામલો ઉગ્ર બનતાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Kheda Tundel Murder: તીક્ષ્ણ હથિયારથી હુમલો

બોલાચાલી બાદ હુમલાખોરોએ મહેશ ગોહિલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં મહેશ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી (Mahesh Gohil Murder) પડ્યા હતા. પરિવારજનો અને આસપાસના લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતકના પિતા મફત ગોહિલના જણાવ્યા મુજબ, તેઓ ઘરે હાજર હતા ત્યારે મહેશ અને અન્ય લોકો વચ્ચે મારામારી થઈ હોવાની જાણ થઈ હતી. માહિતી મળતાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં મહેશ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. પિતાએ જૂની વૈમનસ્યતાના કારણે જ હુમલો થયો હોવાની વાત પોલીસ સમક્ષ જણાવી છે.

ઘટનાની જાણ થતાં વસો પોલીસ દોડી આવી

હત્યાની જાણ થતાં વસો પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ટુંડેલ ગામે પહોંચ્યો હતો. ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોને દૂર કરી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરવાની સાથે ઘટનાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું.

શંકાસ્પદોને રાઉન્ડ અપ કરી પૂછપરછ

વસો પોલીસે ઘટનામાં સંડોવણીની શંકા ધરાવતા કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે. પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હુમલા પાછળની સમગ્ર હકીકત જાણવા માટે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર સહિત અન્ય પુરાવા અંગે તપાસ શરૂ કરી છે. જૂની અદાવત ઉપરાંત હુમલા પાછળ અન્ય કોઈ કારણ હતું કે કેમ, તેમજ ઘટનામાં કેટલા લોકો સંડોવાયેલા હતા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ગણેશ આગમનમાં બેકાબૂ ભીડ! ટેબલ તૂટતાં લોકો નીચે પટકાયા, રામચોકમાં દોડધામ

આ પણ વાંચો: દહેગામમાં બોરવેલ કેબલ ચોરીનો ખેલ! વાહન અને મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

આ પણ વાંચો: ઉનામાં માછીમાર પાંચ દિવસથી લાપતા, શોધખોળ છતાં કોઈ પત્તો નહીં