Not Set/ ‘આપણી છોકરીને ભગાડી ગયો છે,મારી નાંખો….’ યુવકની હત્યા

અમદાવાદ, અમદાવાદ જિલ્લાનાં માંડલ પાસેનાં વરમોર ગામે એક દલિત યુવાનની જાહેરાતમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા સનસની ફેલાઇ ગઇ છે, ગાંધીધામનાં રહેવાસી હરેશ સોલંકીએ વરમોર ગામની યુવતી ઉર્મિલા ઝાલા સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં હતા, બાદમાં માતાપિતા પાસે આવેલી યુવતિને લેવા હરેશ તેની સાસરીમાં આવ્યો હતો, તેને અભયમ 181 ટીમને પણ બોલાવી હતી, […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદ જિલ્લાનાં માંડલ પાસેનાં વરમોર ગામે એક દલિત યુવાનની જાહેરાતમાં તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા સનસની ફેલાઇ ગઇ છે, ગાંધીધામનાં રહેવાસી હરેશ સોલંકીએ વરમોર ગામની યુવતી ઉર્મિલા ઝાલા સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં હતા, બાદમાં માતાપિતા પાસે આવેલી યુવતિને લેવા હરેશ તેની સાસરીમાં આવ્યો હતો,

તેને અભયમ 181 ટીમને પણ બોલાવી હતી, જ્યારે અભયમની ટીમ યુવતિના માતાપિતાને સમજાવીને બહાર આવી ત્યારે એક ટોળું અહી બૂમો પાડતા ધસી આવ્યું હતુ કે આપણી છોકરીને ભગાડી ગયો છે, તેને કાપી નાખો અને પોલીસની હાજરીમાં જ યુવક હરેશનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી.

2 મહિનાની ગર્ભવતી યુવતિને તેના માતા પિતા વરમોર લઇ આવ્યાં હતા, જમાઇને પછી બોલાવ્યો હતો,પરંતુ સમાધાનની વાતને બદલે અહી તો તલવાર, છરી અને લાકડીઓ લઇને આવેલા લોકોએ યુવકની હત્યા કરી નાખી, પોલીસે આ કેસમાં એક શખ્સની ધરપકડ કરી લીધી છે ,અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે, નોંધનિય છે કે ઉર્મિલાએ દલિત યુવક સાથે જ્યારથી લગ્ન કર્યા હતા ત્યારથી તેના કુંટુંબીઓ તેના સ્થાનિક લોકો તેના દુશ્મન બની ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.