Not Set/ સુરત :આર્કેડમાં લાગેલી ભીષણ આગ, એક બાળકનું મોત

સુરત: સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ આગમ આર્કેડ નામની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આ આગની ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

આ આગમાં ગૂંગળામણ થવાના કારણે એક બાળકની હાલત ગંભીર થઈ હતી જેનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું.

આ બિલ્ડિંગમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાથી અંદાજે 50 જેટલા બાળકો ફસાઈ ગયા હતા. ધુમાડો વધુ હોવાને કારણે કેટલાક બાળકોને ગુંગળામણની અસર થઈ હતી. જેના કારણે આ બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Surat Trending
Fire broke out in Surat, all those trapped who came outside safely

સુરત: સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ આગમ આર્કેડ નામની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. આ આગની ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

આ આગમાં ગૂંગળામણ થવાના કારણે એક બાળકની હાલત ગંભીર થઈ હતી જેનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું.

આ બિલ્ડિંગમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાથી અંદાજે 50 જેટલા બાળકો ફસાઈ ગયા હતા. ધુમાડો વધુ હોવાને કારણે કેટલાક બાળકોને ગુંગળામણની અસર થઈ હતી. જેના કારણે આ બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ વિદ્યાર્થીઓને બચાવવા માટે ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા ક્રેનની મદદ લેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે આ લખાય છે ત્યાં સુધીમાં આ આગને કાબૂમાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સુરત શહેરના વેસુ વિસ્તારમાં જે બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે, તે બિલ્ડિંગના ઉપરના ફ્લોર પર ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યાં હતા. આ ટ્યુશન કલાસીસમાં આશરે 50 કરતા વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં હતા.

આ વિદ્યાર્થીઓ આ આગની ઘટનાના કારણે ફસાય ગયા હતા. આ લોકોને બચાવવા માટે ફાયરબ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. પરંતુ તેમાં કોઈ સફળતા ન મળતા ફાયરબ્રિગેડના સ્ટાફ દ્વારા ક્રેઇનની મદદ લેવામાં આવી હતી.

આ આગની ઘટનાના લીધે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કાચ તોડવાની ફરજ પડી હતી. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત આગના કારણે કેટલાક લોકોને ગુંગળામણ થઈ હતી. આથી આવા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ આગની ઘટનામાં એક મહિલા અને એક બાળક બેભાન થઈ ગયા હતા.