જાયે તો જાયે કહાં, ની જેમ વાવે તો શું વાવે અને કેવી રીતે વાવે… અપૂરતો વરસાદ, લીલો દુકાળ, ભૂંડ, નીલગાય, નહેરોમાં ભંગાણ જેવી સમસ્યાઓથી સતત પીડાતો અરવલ્લી જીલ્લાનો ખેડૂત કરે તો શું કરે..?
અરવલ્લી જીલ્લામાં બટાટાના પાકમાં મોલો મસી નામની જીવાતનો ઉપદ્રવ થતા બટાટાના પાકને નુકશાન થતા ખેડૂતો પરેશાન બન્યા છે. દવાના છંટકાવ બાદ પણ જીવાત નહિ મરતા પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.
અરવલ્લી જીલ્લામાં ચોમાસા બાદ રવિ સીજનમાં સૌથી વધુ ઘઉંના વાવેતર બાદ બીજા ક્રમે ૩૫ હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ બટાટા નું વાવેતર કર્યું છે. ખેડૂતો બટાટાનું વાવેતર કરવા માટે હરિયાણા પંજાબ તેમજ ગુજરાતના જુદા જુદા સ્થળોએ થી બિયારણ લાવી વાવેતર કર્યું છે.
ત્યારે હાલ બટાટાના પાકમાં મોલો મસી નામની જીવાતનો ઉપદ્રવ થયો છે. આ મોલો મસી નામની જીવાત બટાટાના પાકના પાન કોરી ખાય છે જેના કારણે બટાટાનો વિકાસ અટકી ગયો છે.ખેડૂતો આ જીવાતના નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરી રહ્યા છે. પણ જીવાત મરતી નથી અને સતત પાકને નુકશાન થઇ રહ્યું છે.
જેથી ખેડૂતો એ મોઘાભાવે વાવેતર કરેલા પાક ઉપર ખતરો ઉભો થતા પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. અને ખેતીવાડી વિભાગ દ્વારા આ માટે સર્વે કરી નિયત્રણ માટે યોગ્ય પગલા ભરાય તેવી માંગ કરી રહ્યા છે.
આ અંગે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે વાતાવરણ માં થયેલા ફેરફાર નાં કારણે હાલ બટાટાના પાકમાં મોલો મસી નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ત્યારે શરૂઆતના સ્ટેજમાં દાયોબીતીઓ ૩૦ દવાનો સ્પ્રે અંદાજીત ૩૦૦ થી ૪૦૦ લીટર પાણીમાં મિક્ષ કરી છંટકાવ કરવો જોઈએ તેમજ વારંવાર દવા છંટકાવ કરી જીવાત ઉપર નિયત્રણ મેળવી શકાય છે.
જિલ્લામાં સતત પલટાતા વાતાવરણના કારણે ખેડૂતોને નુકશાન થાય છે ત્યારે હવે બટાટામાં પણ જીવાતના ઉપદ્રવના કારણે બટાટાના ઉત્પાદન પાર માઠી અસર પહોંચશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
