Patan News/ લગ્નપ્રસંગમાં જઈ રહેલા વૃધ્ધનું અકસ્માતમાં મોત

Accident બાદ કારચાલક પોતાની ગાડી મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો

Gujarat Others

Patan News : પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામના એક વૃદ્ધનું વસાઈ ગામે શિવ શક્તિ હોટેલ પાસે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident)માં કરુણ મોત નીપજ્યું છે. ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગે હાજરી આપવા જઈ રહેલા વૃદ્ધને પૂરઝડપે આવતી વરના કારચાલકે ટક્કર મારતાં ખુશીના પ્રસંગ પહેલાં જ પરિવાર પર શોકનું છાયું છવાઈ ગયું છે.

મળતી માહિતી મુજબ નાગવાસણ ગામના વતની ઠાકોર હીરાજી બાબુજી પોતાના કાકાનું બાઈક (નંબર GJ 02 CB 7028) લઈને વડસ્મા ગામે જઈ રહ્યા હતા. ગઈકાલે સવારે અંદાજે દસ વાગ્યાના સુમારે તેઓ વસાઈ ગામ પાસે આવેલી શિવ શક્તિ હોટેલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી લાલ રંગની કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

અકસાન્ત એટલો ગંભીર હતો કે હીરાજી ઠાકોરને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી અને તેઓ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત (Accident)સર્જ્યા બાદ કારચાલક પોતાની ગાડી મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકના પુત્ર મુકેશજી ઠાકોરને ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ વડસ્મા નજીક આવેલા શંકરપુરા ગામે તેમના કાકાના દીકરા-દીકરીના 13 અને 14 તારીખે લગ્ન પ્રસંગ યોજાનાર હોવાથી તેમના પિતા ત્યાં રોકાવવા માટે જઈ રહ્યા હતા. પરંતુ આ દુર્ઘટનાએ લગ્નના આનંદને માતમમાં ફેરવી દીધો છે.

વસાઈ પોલીસે મુકેશજી ઠાકોરની ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત (Accident)સર્જવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : સુરત વસ્તાદેવડી રોડ પર અકસ્માત, BCA વિદ્યાર્થીનું બસના ટાયર નીચે કચડાઈ મોત

આ પણ વાંચો : અમદાવાદમાં SG હાઈવે પર વહેલી સવારે ભયાનક અકસ્માત

આ પણ વાંચો : અમદાવાદ SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત, BRTS બસ પીલ્લર સાથે અથડાઈ, ડ્રાઈવર ફસાયો