Ahmedabad News:અમદાવાદના એસ.જી. હાઈવે પર વહેલી સવારે અને મોડી રાત્રે બેફામ ઝડપે દોડતા વાહનો હવે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આ વખતે પકવાન ચાર રસ્તાથી ગુરુદ્વારા વચ્ચેના બ્રિજ વિસ્તારમાં વહેલી સવારે એક ભયાનક અકસ્માત (Car Accident) સર્જાયો હતો, જેમાં બે લક્ઝરી SUV અને કિયા કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અફરાતફરી મચી ગઈ હતી.આજે વહેલી સવારે પકવાન બ્રિજ ઉતરતી વખતે એક મહિન્દ્રા સ્કોર્પિયો SUV ચાલકે અચાનક બ્રેક મારી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કિયા કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી.

અકસ્માત (Car Accident)માં જાનહાનિ ટળી
અકસ્માત (Car Accident) એટલો ગંભીર હતો કે કિયા કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો અને ભુક્કો બોલી ગયો હતો. જોકે, અથડામણ થતાની સાથે જ કિયા કારની એરબેગ્સ ખુલી ગઈ હતી, જેના કારણે કાર ચાલક બચી ગયો હતો. બીજી તરફ, સ્કોર્પિયોના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.

આ પહેલા ઘોડાસરમાં એક કાર દુકાન સાથે અથડાઈ (Car Accident) હતી અને દુકાનના શટલને નુકસાન થયું હતું. દુકાન સાથે અથડાયા બાદ કાર પણ પલટી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ કરી હતી. આ ઘટનામાં ઘણા વાહનોને પણ નુકસાન થયું છે. આપને જણાવી દઈએ વહેલી સવારે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર દુકાન સાથે અથડાઈ હતી, જેના કારણે રસ્તા પર ચાલતા લોકો અને વાહન ચલાવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના ઘોડાસરના સ્મૃતિ મંદિર પાસે બની હતી.
આ પણ વાંચો:અમદાવાદમા ફરી રફતારના રાક્ષસે ઘોડાસરમાં કાર ધડામ દઈ દુકાનમાં ઘુસાડી
આ પણ વાંચો:અમદાવાદના મેઘાણીનગરમાં કારચાલકનો આતંક, એક્ટિવા ચાલકને કચડ્યો
આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ, સેશન્સ કોર્ટમાં તાત્કાલિક ચાર્જફ્રેમ કરવા SCનો હુકમ
