Gandhinagar News: વર્ષ 2015માં પાટીદાર આંદોલન (Patidar Andolan) વખતે થયેલા તમામ કેસ પરત ખેંચવામાં આવતાં દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરી મુખ્યમંત્રીનો આભાર માન્યો છે. તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે.
ગુજરાતમાં અનામત મેળવવા પાટીદારોએ વર્ષ 2015માં આંદોલન શરૂ કર્યુ હતું. જેમાં પાટીદાર આગેવાનો હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરીયા, ચિરાગ પટેલ સામે ગંભીર ગુનાઓ નોંધાયા હતા. કેસમાં 307 જેવી કલમો લગાડવામાં આવી હતી. પાટદાર અનામત આંદોલનમાં આંદોલનકારીઓ સામે થયેલા રાજદ્રોહ સહિત કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. ગુજરાતમાં અનામત આંદોલન મામલે અલગ-અલગ 14 કેસ નોંધાયા હતા. અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, અમરેલી, સુરતમાં કેસ થયા હતા.
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલન ના મુખ્ય કેસો રાજદ્રોહ સહિત ના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા ..જેમાં હાર્દિક ..દિનેશ ..ચિરાગ ..અલ્પેશ સહિત આરોપી બતવામાં આવ્યા હતા ..પરત નિર્ણય લેવા ખૂબ ખૂબ આભાર ….સત્યમેવ જયતે જય સરદાર pic.twitter.com/h3SEDOfeVz
— Dinesh Bambhania (@dineshbambhania) February 7, 2025
દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને CMનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવા બદલ ખૂબ ખૂબ આભાર. કેસ પરત ખેંચવા મામલે SPG અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, મોડે મોડે પણ સરકાર જાગી તે સારું કહેવાય. પાટીદાર અનામત આંદોલન વ્યક્તિગત નહીં પણ સમાજ માટેનું હતું. આંદોલન દરમિયાન યુવાનો પર ખોટા કેસ કરાયા હતા. હું મુખ્યમંત્રીને કેસો પરત ખેંચવા મામલે રજૂઆત પણ કરતો હતો. સરકારે આ ખૂબ જ સારો નિર્ણય લીધો છે. આંદોલન દરમિયાન થયેલ કેસો પરત ખેંચાય તેવી મુખ્યમંત્રીને અપીલ પણ કરવામાં આવી હતી.

અમદાવાદમાં પૂર્વ પાસ સંગઠન પ્રભારી દિલીપ સાબવાએ કેસ પરત લીધા અંગે આભાર માન્યો છે. તેમણે નિવેદન આપતા કહ્યું કે, આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા રાજ્ય સરકાર અને સામાજિક આગેવાનોનો પણ આભાર માનું છું.
આ પણ વાંચો:પાટીદાર આંદોલનના 10 વર્ષ બાદ ઉદ્યોગપતિ કરસનદાસ પટેલે તોડ્યું મૌન, ‘આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું’
આ પણ વાંચો:ગુજરાતમાં શું ફરી થશે પાટીદાર આંદોલન, પાટણમાં પાટીદારોએ કર્યું શક્તિપ્રદર્શન
આ પણ વાંચો:પાટીદાર આંદોલન સમયે MLAની ઓફિસમાં તોડફોડ મામલો, વિસનગર કોર્ટમાં આજે મહત્વ ચૂકાદો
