સુરેન્દ્રનગર/ સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 5 હજાર વૃદ્ધોના પેન્શન બંધ થતાં વૃદ્ધોમાં ભારે રોષની લાગણી

સુરેન્દ્રનગર જિલ્લામાં આધારકાર્ડની કામગીરી જિલ્લા કલેકટર ઓફિસમાં બંધ કરવામાં આવતા 5 હજાર વૃધ્ધના આ માસના પૈસા અટક્યા

Gujarat Others

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 5 હજાર વૃદ્ધોના પેન્શન બંધ થતાં વૃદ્ધોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આધારકાર્ડની કામગીરી જિલ્લા કલેકટર ઓફિસમાં બંધ કરવામાં આવતા 5 હજાર વૃધ્ધના આ માસના પૈસા અટક્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

આ પણ વાંચો :રાજયમાં કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીની CA કોર્સની ફી માફ કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 5 હજાર વૃદ્ધોના પેન્શન બંધ થતાં વૃદ્ધોમાં ભારે રોસની લાગણી ફેલાવા પામી છે. થોડા સમય અગાઉ પણ 7000 વૃદ્ધ પેન્શન બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારી માં વૃદ્ધોને વૃદ્ધ સહાય ન આવતાં રસોડે રાડ ઊભી થઈ જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આધારકાર્ડની કામગીરી જિલ્લા કલેકટર ઓફિસમાં બંધ કરવામાં આવતા 5 હજાર વૃધ્ધના આ માસના પૈસા અટક્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર આ મામલે તાત્કાલિકપણે અધિકારીઓને સૂચના આપી અને બંધ પડેલા વૃદ્ધોના પેન્શન શરૂ કરાવી આપે તેવી માંગણી વૃધ્ધો દ્વારા કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક લેવલે અને ઉચ્ચ લેવલે પણ રજૂઆતો કરવામાં આવી છે.

આ પણ વાંચો :ગુજરાતની નવી સરકારમાં 20 થી 22 મંત્રી લેશે શપથ?